મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાને કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં ૩૦૨ ની કલમ ઉમેરો-કંપનીને આરોપી બનાવવા કરાયેલ અરજીની ૩ જી તારીખે સુનાવણી


SHARE













મોરબીના ઝૂલતા પુલ કેસમાં ૩૦૨ ની કલમ ઉમેરો-કંપનીને આરોપી બનાવવા કરાયેલ અરજીની ૩ જી તારીખે સુનાવણી

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે તેમાં કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે અને કંપનીને આરોપી બનાવવામાં આવે તેવી વિકટીમ એસો.ના સભ્ય દ્વારા અરજી કરવામાં આવી છે જેની વધુ સુનાવણી આગામી તા ૩ ઓક્ટોમ્બરે કરવામાં આવશે

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા અને તેના માટે હાઇકોર્ટમાં કરવામાં આવેલ સૂઓમોટો અને પિટિશનની સુનાવણીઓ ચાલી રહી છે દરમ્યાન મૃતકો અને ઇજાગ્રસ્તોને જે વળતર આપવા માટેનું કહેવામા આવ્યું છે તેની સામે ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ દ્વારા કોર્ટમાં રકમ જમા કરાવી દેવામાં આવી છે જો કે, મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વિકટીમ એસો.ના સભ્ય દ્વારા આ ગુનામાં કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે અને કંપનીને આરોપી બનાવવામાં આવે તેવી અરજી અગાઉ આપવામાં આવી હતી જેની બુધવારે તારીખ હતી જો કે ત્યારે આરોપી જયસુખભાઈ પટેલના વકીલ દ્વારા વાંધા જવાબ રજૂ કરવા માટે કોરટમાં સમય માંગવામાં આવ્યો હતો જેથી કરીને કોર્ટે આગામી તા ૩/૧૦ ના રોજ વધુ સુનાવણી માટે તારીખ આપેલ છે






Latest News