મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં રીજંટા હોટલ સામે ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારીને યુવાનના હાથ ઉપર વ્હીલ ફેરવી દીધું: આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં રીજંટા હોટલ સામે ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારીને યુવાનના હાથ ઉપર વ્હીલ ફેરવી દીધું: આરોપીની ધરપકડ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ હોટલ રીજંટાની સામેના ભાગમાં નેશનલ હાઈવે રોડ ઉપરથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેના બાઇકને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે ટ્રકનું તોતિંગ વ્હીલ બાઈક ચાલકના જમણા હાથ ઉપર ફરી ગયું હતું અને તેના ડાબા પગના તળિયા, સાથળ અને ખભામાં ગંભીર ઇજા કરી હતી અને જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો જોકે સારવાર લીધા બાદ યુવાને હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ બનાસકાંઠાના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ઘૂટું ગામ પાસે માર્કો વિલેજ સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા અશ્વિનકુમાર રમેશભાઈ દવે જાતે બ્રાહ્મણ (૨૨)એ હાલમાં ટ્રક નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૭૪૪૦ ના ચાલક ભરતભાઈ મગનભાઈ રબારી સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર હાઇવે ઉપર હોટલ રીજંટાની સામેથી ફરિયાદી યુવાન પોતાનું બાઈક નંબર જીજે ૮ સીએફ ૬૮૯૯ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો ત્યારે ટ્રકનું તોતિંગ વ્હીલ તેના જમણા હાથ ઉપર ફરી ગયું હતું તેમજ ડાબા પગમાં તળિયાના ભાગે, સાથળના ભાગે અને જમણા ખભામાં તેને ઇજા થઈ હતી જેથી તે યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનો ટ્રક છોડીને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જોકે હાલમાં યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે હાલમાં અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ભરતભાઈ મગનભાઈ રબારી (૩૮) રહે. ધાનવ તાલુકો દિયોદર જીલ્લો બનાસકાંઠા વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ કબીર ટેકરીના નાલા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા વિપુલભાઈ રતિલાલ વાઘાણી જાતે કોળી (૨૮) રહે. કબીર ટેકરી શેરી નં-૩ મોરબી વાળો મળી આવ્યો હતો. જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૭૦૦ ની રોકડ કબજે કરી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News