મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર નજીક કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ અંતિમ પગલું ભર્યું તે બનાવમાં ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરના લાકડધાર નજીક કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ અંતિમ પગલું ભર્યું તે બનાવમાં ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના લાકડધાર નજીક આવેલા સેન્ટોસા સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને પરિણીતાએ આપઘાત કર્યો હતો જે બનાવવામાં હાલમાં મૃતકની માતાએ તેના જમાઈ સામે તેને દુઃખ ત્રાસ આપી મરવા મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના રહેવાસી તીલ્લોતમા સુંદર મુર્મુ (૩૭)એ હાલમાં હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ક્રિષ્ના અનંત બાસ્કે રહે. ગોપાલપુર હાથબદ્રા જિલ્લો મયુરભંજ ઓરિસ્સા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના લાકડધાર નજીક માટેલ રોડ ઉપર આવેલ સેન્ટોસા કારખાનાના લેબર ક્વાર્ટરમાં તેમની દીકરી રૂપાલી ક્રિષ્ના બાસ્કે (૨૦)એ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો તેને તેના પતિ દ્વારા નાની નાની ઘરકામની બાબતોમાં મેણાંટોણા મારીને તથા દુઃખ ત્રાસ આપીને ફરિયાદીના જમાઈએ મારવા માટે મજબૂર કરી હતી જેથી કરીને હાલમાં મૃતકની માતાએ તેના જમાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૦૬, ૪૯૮ (એ) મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News