મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટ ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી પાંચ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE













મોરબીના લાતી પ્લોટ ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી પાંચ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ જય ગુજરાત ટ્રાન્સપોર્ટની ઓફિસમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઓફિસમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની પાંચ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને દારૂ આપનાર શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પણ પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નં-૭ માં આવેલ જય ગુજરાત ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે જય ગુજરાત ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને પાંચ બોટલો મળી આવતા પોલીસને ૧૭૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે મનીષભાઈ લલીતભાઈ કોટક જાતે લોહાણા (૪૫) રહે. રામેશ્વર સોસાયટી જીઆઇડીસી સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તેને વિશાલભાઈ દિલીપભાઈ દવે રહે. માધાપર મોરબી વાળાએ આપી હોવાનું સામે આવતા તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News