રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

જો મન, અન્ન, તન અને ધન શુદ્ધ હશે તો આપો આપ દરેક વ્યક્તિનું જીવન ખુશહાલ બની જશે: બી.કે. શિવાની દીદી


SHARE







જો મન, અન્ન, તન અને ધન શુદ્ધ હશે તો આપો આપ દરેક વ્યક્તિનું જીવન ખુશહાલ બની જશે: બી.કે. શિવાની દીદી

વર્તમાન સમયમાં લોકો સતત કામ, ટેન્શનની વચ્ચે રહેતા હોય છે ત્યારે મનમાં એક અજંપા ભરી સ્થિતિ દરેકને રહેતી હોય છે જો કે, આવા સમયમાં પણ મન શાંત બને અને જીવન ખુશહાલ બને તેના માટે મોરબી તાલુકાનાં રાજપર રોડે આવેલા ફેશન સિરામિક ખાતે આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્ય રાખવામા આવ્યું હતું જેમાં આયોજકોએ કરેલી વ્યવસ્થા પણ ટૂકી પડી તેટલી વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આ તકે બી.કે. શિવાની દીદીએ લોકોએ ટૂંકમાં પણ ચોટદાર મેસેજ આપતા કહ્યું હતું કે, જો મન, અન્ન, તન અને ધન શુદ્ધ હશે તો આપો આપ દરેક વ્યક્તિનું જીવન ખુશહાલ બની જશે

છેલ્લા દિવસથી વરસાદ હતો જેથી કરીને આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્ય રાજપર ગામે આવેલ પટેલ સમાજ વાડીમાં રાખવામા આવ્યું હતું તે કાર્યક્રમના સ્થળને બદલાવીને આ કાર્યક્રમ શનાળાથી રાજપર ગામ વચ્ચે રાજપર રોડ પર આવેલા ફેશન સિરામીક ખાતે રાખવામા આવ્યો હતો અને તેમાં ન માત્ર મોરબી પરંતુ બહારથી પણ મોટી સંખ્યામાં લોકોએ આવ્યા હતા જેથી કરીને આયોજકોએ આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્ય સાંભળવા માટે આવનારા લોકો માટે જે બેઠક વ્યવસ્થા સહિતનું આયોજન કર્યું હતું તે ટુકું પડ્યું હતું એટલી વિશાળ સંખ્યામાં લોકો બી.કે. શિવાની દીદીને સાંભળવા માટે આવ્યા હતા

આ તકે આંતરરાષ્ટ્રીય વક્તા બી.કે. શિવાની દીદીએ “શાંત મન, ખુશહાલ જીવન” વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું હતું ત્યારે કહ્યું હતું કે, કોઈપણ ક્ષમ આપવાની અને કોઇની પણ ક્ષમા માંગી લેવી તે જીવનમાં જરૂરી છે ખાસ કરીને ભગવાને આપણી અંદર જ સર્વ શક્તિ આપેલ છે તો પણ લોકો બીજા ઉપર આશા રાખીને બેઠા હોય છે ત્યારે દરેક વ્યક્તિએ હું પવિત્ર આત્મા છું, હું શાંત સ્વરૂપ આત્મા છું, હું શક્તિશાળી આત્મા છું, હું પ્રેમ સ્વરૂપ આત્મા છું, હું સુખ સ્વરૂપ આત્મા છું અને હું સતોગુણ આત્મા છું આ રોજ બોલવું જોઈએ તેનાથી જીવનમાં ખૂબ જ પરીવર્તન આવશે અને અંતમાં તેઓએ કહ્યું હતું કે, જો મન, અન્ન, તન અને ધન શુદ્ધ હશે તો આપો આપ દરેક વ્યક્તિનું જીવન ખુશહાલ બની જશે




Latest News