મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદમાં કોર્ટની મુદતે દીકરીની સાથે આવેલા સાસુને બે જમાઈઓએ ધોકા વડે માર માર્યો


SHARE













હળવદમાં કોર્ટની મુદતે દીકરીની સાથે આવેલા સાસુને બે જમાઈઓએ ધોકા વડે માર માર્યો

હળવદના જુના વેગડવાવ ગામે રહેતા મહિલા અને તેની દીકરીને બે જમાઈઓએ કોર્ટમાં થયેલા કેસ બાબતે બોલાચાલી કરી હતી અને બાદમાં કેસ કેમ કર્યો છે તેમ કહીને કોર્ટમાં મુદત હોવાની ત્યાં આવીને ઘેર પરત જતાં હતા ત્યારે લાકડાના ધોકા વડે તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી સાસુએ બે જમાઈ સામે હળવદ તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના જુના વેગડવાવ ગામે રહેતા શારદાબેન રમેશભાઇ વાઘેલા (૪૦)ની મોટી દીકરી હેતલ અને નાની દીકરી સમતાના લગ્ન ઇશનપુર ગામના લક્ષ્મણભાઇ નરશીભાઇ બાલાસણીયા તથા મહેશભાઇ નરશીભાઇ બાલસણીયા સાથે કરવામાં આવ્યા હતા જો કે, બન્ને દીકરીઓને મનમેળ ન હોય બન્ને દીકરીઓએ હળવદ કોર્ટમાં ભરણ પોષણનો કેસ કરેલ છે જે કેસની ગઈકાલે કોર્ટમાં મુદત હતી જેથી કરીને શારદાબેન તેમની બે દીકરની સાથે કોર્ટની મુદતે આવ્યા હતા અને હળવદમાં ખરીદી કરીને પરત જુના વેગડવાવ ગામે જવા માટે દશામાના મંદિર પાસે રીક્ષાની રાહ જોઈ ઉભા હતા ત્યારે તેના બંને જમાઈઓએ ત્યાં આવીને કોર્ટ કેસ કેમ કર્યો છે તેવું કહીને હવે તો તારી દીકરીને નહીં તને ઉપાડી જવી છે તેવું કહીને શારદાબેનને લાકડાનો ધોકો માર્યો હતો અને સમતાબેનને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી કરીને શારદાબેને સારવાર લીધા બાદ હળવદ પોલીસ સ્ટેશન ખાતે તેના બંને જમાઈ સામે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News