મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના વૃંદાવનનગરમાંથી યુવતી ગુમ


SHARE







હળવદના વૃંદાવનનગરમાંથી યુવતી ગુમ

હળવદના વૃંદાવનનગરમાં રહેતા આધેડની દીકરી પોતાના ઘરે કોઈને કશું કહ્યા વગર ક્યાંક ચાલી ગયેલ છે જેથી કરીને હાલમાં યુવતી ગુમ થઈ હોવાની તેને પિતાએ ગુમસુધા ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે જેના આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલી યુવતીને શોધવા માટે હાલમાં તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ વૃંદાવનનગરમાં રહેતા ગોપાલભાઈ ભગવાનજીભાઈ જાદવ જાતે દલવાડી (૫૧)એ તેઓની દીકરી અદીતી ગોપાલભાઈ જાદવ જાતે દલવાડી (૨૦) ગુમ થઈ હોવા અંગેની ગુમસુધા ફરિયાદ હળવદ તાલુકા પોલીસને આપેલ છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, ગત તા. ૨૦/૯/૨૩ ના રોજ સવારે આઠેક વાગ્યે બપોરના પોણા બારેક વાગ્યાના સમયગાળા દરમિયાન કોઇપણ વખતે તેમની દીકરી અદિતિ ઘરે કોઈને કશું કહયા વગર ક્યાંક ચાલી ગયેલ છે અને તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી કરીને ગુમ થયેલ યુવતીના પિતાએ આપેલ ગુમસુધા ફરિયાદની નોંધ કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એમ.આલ ચલાવી રહ્યા છે

દવા પીધી
મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ આંદરણા ગામે રહેતા પરેશભાઈ હીરજીભાઈ દંતાલીયા (૩૭) નામના યુવાને કોઈ કારણોસર દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જસપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના ટિંબડી ગામે રહેતો સાંકેત ગોવર્ધનભાઈ ભલાણી (૨૭) નામનો યુવાન બાઇક લઈને જાંબુડિયા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અન્ય બાઇક સાથે અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં સાંકેત ભલાણીને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળ વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News