મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે ઘરમાંથી પાંચ તોલા સોનાના દાગીના-રોકડ મળીને ૧.૩૯ લાખની ચોરી


SHARE













મોરબીના નાનીવાવડી ગામે ઘરમાંથી પાંચ તોલા સોનાના દાગીના-રોકડ મળીને ૧.૩૯ લાખની ચોરી

મોરબી નજીકના નાનીવાવડી ગામે આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા યુવાનના ઘરના તાળા તોડીને તસ્કરે પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ કબાટ અને પલંગમાં રાખેલ સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને કુલ મળીને ૧.૩૯ લાખની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ પોરબંદરના હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના નાનીવાવડી ગામે આવે સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા બીપીનભાઈ લાભશંકર મહેતા જાતે બ્રાહ્મણ (૩૨)એ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૬/૯/૨૩ ના રોજ બપોરના બે થી તા. ૧૦/૯/૨૩ ના સવારના આઠ વાગ્યા સુધીના સમય દરમ્યાન તેના ઘરને કોઈ અજાણ્યા શખ્સે નિશાન બનાવ્યું હતું અને તેના મકાનના મેઇન દરવાજાના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાર બાદ લોખંડના પલંગમાં તથા કબાટમાં રાખેલ પતરાની પેટીના નકુચા તોડીને તેમાંથી સોનાનો ચેન અને પેન્ડલ આશરે બે તોલા, સોનાનો હાર અને બે જોડી બુટ્ટી આશરે ત્રણ તોલા આમ કુલ મળીને પાંચ તોલા સોનાના દાગીના જેની કિંમત ૧.૨૪ લાખ તથા પલંગના ગાદલાની નીચે રાખેલા રોકડા રૂપિયા ૧૫,૦૦૦ આમ કુલ મળીને ૧.૩૯ લાખ ના મુદ્દામાલની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને હાલમાં આ ગુનાની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન. સગારકા ચલાવી રહ્યા છે

મહિલાને માર માર્યો
હળવદ તાલુકાના સાપકડા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા સવુબેન ચંદુભાઈ વાઘેલા (૩૫) નામની મહિલાને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે મહિલાને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે, મારામારીનો બનાવ હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી એ ડિવિઝન પોલીસ મારફતે આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરાઈ હતી






Latest News