હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપરમાં ઉછીના રૂપિયા આપવાની ના કહેતા યુવાનને માર માર્યો


SHARE









વાંકાનેરના હસનપરમાં ઉછીના રૂપિયા આપવાની ના કહેતા યુવાનને માર માર્યો

વાકાનેર નજીક હસનપર શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા યુવાન પાસે ઉછીના પૈસા માંગતા તેણે પૈસા આપવાની ના પાડી હતી જે બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ તેના ઘર પાસે જઈને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને યુવાનને જમણા હાથની આંગળીમાં ફ્રેકચર જેવી ઈજા થઈ હોવાથી સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ હસનપર શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા સંજયભાઈ કાંતિભાઈ સોલંકી જાતે અનુ. જાતિ (૩૬)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે કરમશીભાઈ રવજીભાઈ વાઘેલા જાતે દેવીપુજક રહે. શક્તિપરા વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાના ઘર પાસે હતા ત્યારે આરોપીએ તેની પાસે ઉછીના પૈસા માંગતા પૈસા આપવાની તેઓએ ના પાડી હતી જે બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ધોકા વડે માર માર્યો હતો ત્યારે ફરિયાદી યુવાનને જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મારામારી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગર ખાતે રહેતા દીપ ધર્મેન્દ્ર રાવલ (૧૨) નામના તરુણને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે




Latest News