હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

પોલીસ વિભાગની બેદરકારીથી પોલીસ પરિવાર વિમાની રકમ મેળવવા હેરાન: મોરબી તકરાર કોર્ટે ખર્ચની રકમ ચૂકવવા કર્યો આદેશ


SHARE









પોલીસ વિભાગની બેદરકારીથી પોલીસ પરિવાર વિમાની રકમ મેળવવા હેરાન: મોરબી તકરાર કોર્ટે ખર્ચની રકમ ચૂકવવા કર્યો આદેશ

મોરબી તાલુકાના કેરાળી ગામના વતની સંજયભાઇ રાણાભાઇ મિયાત્રાના ભાઇ વસંતભાઇ મિયાત્રા પોલીસ ખાતામાં નોકરી કરતાં હતા. આ વસંતભાઇની બન્ને દીકરી દિયા અને દ્રષ્ટી યુનાઇટેડ ઇન્સ્યુરન્સ વીમા કંપની સામે કેઇસ કરેલ તેમના પિતા વસંતભાઇ તા.૧૩-૨-૧૭ નાં રોજ ફરજ દરમ્યાન જામનગર રાજકોટ રોડ પર પેટ્રોલીંગ કરતાં હતાં. અને તેમનો અકસ્માત થતાં તેઓ બે વર્ષ સુધી કોમામાં હતા અને તા.૨૯-૧૨-૧૯ ના રોજ મૃત્યુ પામેલ હતા વસંતભાઇ ગૃપ પોલીસીમાં આવતાં હોઇ વીમાની કાર્યવાહી સુપ્રિટેન્ડ ઓફ પોલીસ જામનગરની ઓફિસથી કાર્યવાહી કરવી જોઈએ અને વસંતભાઇને ૧૦,૦૦,૦૦૦ નો વીમો મળવો જોઇએ પરંતુ વીમા કંપનીએ કહયુ કે કોમામાં મરણ પામેલ હોઇ પોલીસી અસ્તીત્વમાં આવતી નથી અને વીમા કંપનીએ હાથ ઉંચા કરી લીધા હતા

જેથી કરીને સંજયભાઇ રાણાએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા મોરબી ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરતાં અદાલતે હુકમ કર્યા કે કોઇપણ કર્મચારી અકસ્માત મૃત્યુ પામે તો વીમાની ફરિયાદ જે તે ઓફિસે કરવાની હોઇ માટે ભલે સમય ગયો હોઇ પણ સુપ્રિટેન્ડ ઓફ પોલીસ જામનગર મરણજનાર વસંતભાઇના વીમાની કાર્યવાહી બે મહિનામાં ગ્રાહક અદાલતમાં મુકવી અને બન્ને દિકરીને ૩૫,૦૦૦ માનસીક ત્રાસના તથા ૧૫,૦૦૦ ખર્ચાના આમ કુલ મળીને ૫૦,૦૦૦ ગત તા.૧૫-૨-૨૨ થી સાત ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે. વધુમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવેલ છે કે, કોઇપણ કર્મચારી અકસ્માતે મૃત્યુ પામે તો તેના વીમાની કાર્યવાહી જે તે વડા કરે અને કુટુંબના સભ્યો તે ખાસ સંભાળ કરીને કાર્યવાહી કરવી જોઇએ જો કે, ૬ વર્ષનો સમય ગયો છતાં કોર્ટ જેતે ખાતાએ કેઇસ રજુ કરવાનો હુકમ કરેલ છે અને કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨), બળવંતભાઇ ભટ્ટ અને રામભાઇ મહેતાનો સંપર્ક કરવા જણાવેલ છે.




Latest News