મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી મહિલા મંડળના પ્રમાણિક કર્મચારી હીનાબેન પરમારને મળેલ કિંમતી વીંટી તેઓએ મૂળ માલીકને પરત કરી


SHARE













મોરબી મહિલા મંડળના પ્રમાણિક કર્મચારી હીનાબેન પરમારને મળેલ કિંમતી વીંટી તેઓએ મૂળ માલીકને પરત કરી

મોરબી મહિલા મંડળના પ્રમાણિક કર્મચારી હીનાબેન પરમારે તેમને મળેલ કિંમતી વીંટી તેઓએ મૂળ માલીકને પરત કરી હતી.જેના માટે સંસ્થાના પ્રમુખ શરદ એમ.સંપટ તથા તમામ ટ્રસ્ટીઓએ ગૌરવની લાગણી વ્યકત કરી હતી.ગત તા.૨૧ ને ગુરૂવારના રોજ મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો કાર્યક્રમ હતો જેમાં મોરબીના પ્રમાણિક વેપારીઓ અને સામાજિક કાર્યકર અને કર્મનિષ્ઠ કર્મચારીઓનો સન્માન સમારંભ હતો આ સમારંભમાં અતિશય કીમતી સોનાની સાચા નંગ વાળી વીંટી હીનાબેનને મળતા તેઓને સંસ્થાના અધિકારીઓને આપતા વીંટી મળેલ છે તેવું માઈક એનાઉન્સ કર્યું હતુ.જે વીંટી વેપારીનું સન્માન હતું તે વેપારી પૈકીના સમ્રાટ જવેલર્સના માલિક કિશોરભાઈ રાણપરાની ખોવાયેલ વીટી હતી.તેઓએ કહ્યું કે હાલ આ વીંટીની અંદાજિત કિંમત દોઢ લાખ રૂપિયા જેવી થાય છે.આવી અતિશય કીમતી વીંટી મહિલા પ્રગતિ મંડળ અને વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમાણિક મુખ્ય સંચાલિકા હીનાબેન પરમારને મળતા તેઓએ પરત કરેલ છે.તેઓએ પ્રમાણિકતાનો દાખલો આપીને સંસ્થાનું ગૌરવ વધારેલ હોય તેઓનું કાર્યક્રમના આયોજક લાલજીભાઈ મહેતા, રામભાઈ મહેતા,ઘનશ્યામસિંહ ઝાલા તેમજ બળવંતભાઇ ભટ્ટ સહિતનાઓએ અભિવાદન કર્યુ હતુ તેમ મહિલા પ્રગતિ મંડળના શરદભાઇ એમ.સંપટે જણાવેલ છે.






Latest News