મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘની આઠમી સાધારણ સભા યોજાઇ


SHARE













મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘની આઠમી સાધારણ સભા યોજાઇ

સ્ત્રી સશકિતકરણએ સરકારની નઈ છે અને સમાજ સંવેદના અને સહકારિતાનો એજન્ડા છે આ વાક્યને સાર્થક કરતો મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને તેમની મહિલા કમિટી દ્વારા મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. આઠમી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી અને મયુર ડેરી  એમ.ડી. તેજસ સોનીએ સ્વાગત પ્રવચન કર્યું હતું ત્યાર બાદ મયુર ડેરી મોરબીના મહિલા ચેરમેન શ્રીમતી હંસાબેન મગનભાઈ વડાવિયાએ સંઘનું વાર્ષિક ટર્નઓવર ૨૮૬ કરોડ અને વાર્ષિક નફો ૧.૬૩ કરોડ થયો છે તેની માહિતી આપી હતી તેમજ સભાસદોને આગામી દિવસોમાં વધુમાં વધુ કેવા લાભો આપવા તે વિશે માહિતગાર કર્યા હતા જેમ કે દૂધ સંઘ દ્વારા દૂધ ઉત્પાદકોને પાંચ લાખનો અકસ્માત વીમો લેવામાં આવશે જેનું પ્રીમિયમ દૂધ સંઘ દ્વારા ભરવામાં આવશે, તેમજ વર્ષ ૨૦૨૨-૨૩ ના અંતે પ્રતિકીલો ફેટે ૫૯ ભાવ વધારા સાથે વર્ષ દરમિયાન ૮૨૯ સરેરાશ દુધ ભાવ ચૂકવેલ છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઈ વડાવિયા, રાજકોટ જિલ્લા બેંકના ડિરેક્ટર, મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ચંદુભાઈ સિહોરા, સુરસાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન નરેન્દ્રસિંહ ઝાલા તેમજ સહકારી ક્ષેત્રના આગેવાન નથુભાઈ કડિવાર, ઈસ્માઈલભાઈ પીરઝાદા તેમજ બહોળી સંખ્યામાં મંડળીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં






Latest News