મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાંથી ટાટા સોલ્ટના ભળતા નામ-કલરની ૬૫,૦૦૦ બેગ મળી આવી: કોપી રાઇટનો ગુનો નોંધાયો


SHARE













મોરબી જીલ્લામાંથી ટાટા સોલ્ટના ભળતા નામ-કલરની ૬૫,૦૦૦ બેગ મળી આવી: કોપી રાઇટનો ગુનો નોંધાયો

ટાટા સોલ્ટ કંપનીના કર્મચારી દ્વારા માળિયા મીંયાણા તાલુકાના વવાણીયા ગામ પાસે જયદીપ કેમ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં રેડ કરવામાં આવી હતી ત્યારે તાજા શક્તિની ભળતા નામ અને ભળતા કલર વાળી પ્લાસ્ટિકની ખાલી ૬૫,૦૦૦ બેગ(થૈલી) મળી આવી હતી જેથી કરીને હાલમાં ટાટા કંપનીના કર્મચારી દ્વારા કોપી રાઈટ એકટ ૧૯૫૭ ની કલમ ૬૩ અને ૬૪ મુજબ માળીયા મીંયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે હિમાચલ પ્રદેશના બીલાસપુર જિલ્લાના રહેવાસી અને ટાટા સોલ્ટ કંપનીના કર્મચારી વિનોદકુમાર સોહનલાલ શર્મા જાતે બ્રાહ્મણ (૪૭) એ વવાણીયા ગામે બોરીચાવાસમાં રહેતા કાનજીભાઈ નારણભાઈ ચૌહાણ (૩૫) ની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, આરોપીએ તેના જયદીપ કેમ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાને ટાટા સોલ્ટ કંપનીના ડુપ્લીકેટ માર્કા વાળા પેકિંગની ખાલી બેગ(થૈલી) માં ટાટા કંપનીના ભળતા નામથી તેમજ ભળતા કલરથી પેકિંગની ખાલી બેગ વેચાણ કરવાના ઇરાદે રાખી હોય તેવું રેડ દરમિયાન સામે આવ્યું હતું.જેમાં તાજા શક્તિ કોફી કલરની પ્લાસ્ટિક બ્લેકના ૪૩ કટ્ટા અને તાજા શક્તિના કેસરી કલરના ૨૨ કટ્ટા મળી આવ્યા હતા.જેમાં કુલ મળીને ૬૫,૦૦૦ બેગ મળી આવી હતી.જેથી કરીને ટાટા સોલ્ટ કંપનીના કર્મચારી દ્વારા હાલમાં માળિયા મીંયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કોપી રાઇટ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

માળિયા તાલુકાના ખાખરેચી ગામે સંતોકી ઝાંપા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે અવચરભાઈ હમીરભાઈ ધામેચા જાતે કોળી (૩૭) રહે. ખાખરેચી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૮૦૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી યાદ કરી હતી.

સાપ કરડી જતા સારવારમાં
મોરબીના શનાળા ગામે રામદેવપીર મંદિર નજીક આવેલ એમજીએસ નામની કંપનીમાં રહેતા અને મજૂરી કામ કરતા ચરણસિંહ કશ્યપ નામના ૧૭ વર્ષના યુવાનને સાપ કરડી ગયો હોવાથી તેને સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબી તાલુકાના આમરણ ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા વેસતીબેન રતનભાઇ જખરા જાતે આદિવાસી નામની ૩૪ વર્ષીય મહિલાને પણ મોડી રાત્રીના સમયે જમણા પગના ભાગે સાપ કરડી જતા તેઓને સારવાર માટે અત્રેની હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
 
યુવાનની અટકાયત
મોરબીના શનાળા ગામે આવેલા ગોકુલનગર વિસ્તારમાં રહેતા મનીષ ધરમશીભાઈ સોલંકી નામના યુવાનની હાલમાં ધ્રોલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.મોરબી પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ચોરીના ગુનામાં શકમંદ તરીકે હાલ ધ્રોલ પોલીસ દ્વારા મોરબીના શનાળા ગામે આવેલ ગોકુલનગર વિસ્તારના રહેવાસી મનીષ ધરમસી સોલંકીને રાઉન્ડઅપ કરાયો હતો અને આગળની કાર્યવાહી અર્થે તેને ધ્રોલ લઈ જવામાં આવ્યો હોવાનો સૂત્રોએ જણાવ્યું છે.





Latest News