મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં હોટલના ધંધા માટે આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં યુવાનને લોખંડના રીંગ પાના વડે બે શખ્સોએ માર માર્યો


SHARE













મોરબીમાં ધંધા માટે આપેલ હોટલ આપનારે ભાડું માંગતા યુવાનને લોખંડના રીંગ પાના વડે બે શખ્સોએ માર માર્યો

મોરબીના સનાળા રોડ ઉપર રામચોકના ઢાળિયા પાસે હોટલનો ધંધો કરવા માટે થઈને યુવાને બે વ્યક્તિને ૭૦,૦૦૦ હોટલ આપી હતી જેના ભાડાના  પૈસાની ઉઘરાણી કરતા બે શખ્સો દ્વારા તેને લોખંડના રીંગ પાના વડે માથાની પાછળ અને શરીરે માર મારવામાં આવ્યો હતો અને ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેને બે શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ રામચોકના ઢાળિયા પાસે અક્ષર સલૂનની સામેના ભાગમાં રહેતા શંકરલાલ બાલુદાસજી વૈષ્ણવ જાતે સાધુ (૩૫) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ભીમ બીકર તથા રોશન પરિયાર રહે. બંને બોમ્બે ફાસ્ટ ફૂડ હોટલ સનાળા રોડ રામચોક પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે બંને આરોપીને ૧૫ દિવસ પહેલા હોટલનો ધંધો કરવા માટે થઈને ૭૦,૦૦૦ લેખે હોટલની જગ્યા ભાડે આપી હતી જે પૈસાની ઉઘરાણી કરતા બંને આરોપીએ ઉસકેરાઈ ગયા હતા અને તેની સાથે બોલાચાલી કરીને લોખંડના રીંગ પાના વડે તે યુવાનને માથાના પાછળના ભાગે માર માર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News