મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજીત શિક્ષકોની સભા-રેલીમાં ગાંધીજી-સત્યાગ્રહીઓના પહેરવેશ સાથે જોડાશે


SHARE













મોરબી જિલ્લાના શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજીત શિક્ષકોની સભા-રેલીમાં ગાંધીજી-સત્યાગ્રહીઓના પહેરવેશ સાથે જોડાશે

ગત વર્ષે સરકાર દ્વારા થયેલા સમાધાન સમયે સ્વીકારેલી માંગણીઓના બાકી પરિપત્રો તેમજ શિક્ષક સહિતના સર્વે સરકારી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોની માંગણી માટે આગામી તારીખ બીજી ઓક્ટોબરથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા પોતાના સાથી સંગઠનોને સાથે રાખીને સરકાર સામે પોતાની માંગણીઓ રજૂ કરીને આ માંગણીઓને પૂર્ણ કરવા માટે ફરીથી આંદોલનની શરૂઆત કરવામા આવી રહી છે.

આ આંદોલનને સફળ બનાવવાના ભાગરૂપે આગામી તા.૨ ઓક્ટોબરના રોજ તમામ જિલ્લા કક્ષાએથી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને વિવિધ રચનાત્મક કાર્યક્રમો કરી સરકાર સમક્ષ કર્મચારીઓની માંગણીઓ રજૂ કરવા માટે  સૌ આગળ વધી રહ્યા છીએ ત્યારે મોરબી જિલ્લામાં આ કાર્યક્રમનું સુચારુ આયોજન થાય તેમજ કર્મચારીઓની વિવિધ માંગણીઓ જેવી કે ૨૦૦૫ પહેલાના કર્મચારીઓને સરકારે સ્વીકાર્યા મુજબ તાત્કાલિક પરિપત્ર કરી, જૂની પેન્શન યોજના લાગુ કરે, હાલમાં જે એનપીએસ માં છે તે તમામ કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનામાં સામેલ કરવા સરકાર નક્કર પગલાં લે, એનપીએસ માં ૧૦ ટકા ની સામે ૧૪ ટકા ફાળાનો ઠરાવ ટૂંક સમયમા જાહેર થાય, માતૃશકિત માટે ૧૯૯૮ ની પ્રસૂતિ રજા સંદર્ભે નિરાકરણ આપે, ૪૨૦૦ ગ્રેડ પે, બદલી પામેલા મિત્રોને ૧૦૦ ટકા છૂટા કરવા જેવા વિવિધ મુદ્દાઓ સરકાર સમક્ષ મૂકવા માટે એક મજબૂત આંદોલનની રાહ કંડારવા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર બેઠકનું સુકાન જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાંત ટીમના સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી હિતેષભાઈ ગોપાણીએ શૈક્ષિક મહાસંઘની ગરિમાને ધ્યાનમાં રાખી,કર્મચારીઓએ શિક્ષકોએ પોતાની માંગણી મુકવી તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર-મોરબી વિભાગના મહિલા સહ સંગઠન મંત્રી ડૉ. લાભુબેન કારાવદરાએ આ સભામાં ખુબજ મોટી બહોળી સંખ્યામાં બહેનોને ઉપસ્થિત રહેવા આહવાન કર્યું હતું,

વધુમાં જણાવ્યુ હતું કે, મહાત્મા ગાંધીજીની જન્મ જ્યંતીના દિવસે સૌએ સરદારબાગ ખાતે સવારે ૯ વાગ્યે બહોળી સંખ્યામાં હાજર રહેશે ત્યારે દશ જેટલા શિક્ષકો મહાત્મા ગાંધીજી તેમજ અન્ય સત્યાગ્રહીઓના પહેરવેશ સાથે સભા-રેલીમાં આગળ રહેશે ત્યારબાદ નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ મહાત્મા ગાંધીજી અને અન્ય દેશ નેતાઓને સુતરની આંટી પહેરાવી માતૃભૂમિની પવિત્ર માટીનું તિલક કરીને માંગણીઓ બુલંદ કરવામાં આવશે.






Latest News