મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના એસપી રોડે પાણીના ધાંધિયાથી ત્રાહિમામ મહિલાઓએ પંચાયત ઓફિસે બઘડાટી બોલાવી


SHARE













મોરબીના એસપી રોડે પાણીના ધાંધિયાથી ત્રાહિમામ મહિલાઓપંચાયત ઓફિસે બઘડાટી બોલાવી

મોરબીના એસપી રોડ ઉપર આવેલ એપાર્ટમેંટમાં પાણીના ધાંધીયા હોવાથી ફ્લેટના માલિકો રવાપર ગ્રામ પંચાયતે પહોચ્યા હતા અને અનેક રજુઆત પછી પણ પાણીનો પ્રશ્ન ઉકેલાયેલ નથી જેથી કરીને પાણી આપો પાણી આપો તેમજ દુર્લભજીભાઈ હાય હાયના સૂત્રોચ્ચાર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા અને પાણીનો પ્રશ્ન ઉકેલાશે નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

મોરબીના એસપી રોડ ઉપર મશાલની વાડી પાસે વી-૮ રેસીડેન્સી નામના વિસ્તારમાં આઇશ્રી હાઈટ્સ, વૃંદાવન અને શિવોહમ રેસિડેન્સીમાં છેલ્લા એક વર્ષથી પીવા અને વાપરવા માટે પાણીના ધાંધીયા છે જેથી કરીને ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવામાં આવે છે તો પણ પાણી પૂરતા પ્રમાણમા અને સમયસર મળતું નથી જેથી મહિલાઓ પંચાયત ઓફિસે પહોચી હતી અને જણાવ્યું હતું કે, ત્યાં રહેતા લોકોએ ૬૦ લાખ આપીને મકાન લીધેલ છે જો કે, પાણી મળતું નથી જેથી કરીને ત્યાં રહેતા ૧૨૫ જેટલા પરિવારોને હેરાન થવુ પડે છે અત્રે ઉલેખનીય છે કે, રેસિડેન્સીમાં પાણીના નળ કનેક્શન મેળવ્યા નથી જેથી ના છૂટકે લોકોને બોરના પાણીનો ઉપયોગ કરવો પડે છે અને બોરના ખારા પાણીના લીધે ચામડીના રોગ વધે તેવી શક્યતા છે જેથી કરીને  મહિલાઓ ગ્રામ પંચાયતે આવી હતી અને ત્યારે પાણી આપો, પાણી આપો અને દુર્લભજીભાઈ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા જો આગામી દિવસોમાં પાણીનો પ્રશ્ન ઉકેલાશે નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News