મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ માટે કાલે મતદાન, 3 ઉમેદવાર મેદાનમાં: સાંજે ફેંસલો મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે 21મી માર્ચે વુમન્સ લીડરશીપ કોન્કલેવ મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ મોરબીના પાનેલી ગામે ભારે પવનના લીધે ઝાડ ઉપરથી પપૈયા ખરી પડ્યા ટંકારા અને મોરબી વિસ્તારમાં વિદેશી દારૂની 4 રેડમાં 112 બોટલ દારૂ ઝડપાયો ટંકારાના છતર ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે હેરાન કરતાં પતિ સહિત 5 સામે ફરિયાદ વાંકાનેરના લિંબાળા ગામે ઘરમાં જુગારની રેડ કરતાં 1.53 લાખના મુદામાલ સાથે 7 પકડાયા: એક ફરાર મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર
Breaking news
Morbi Today

હળવદના વેલવીન લેમીનેટ કારખાનામાં કેમિકલની પાઇપમાં લીકેજ થતાં દાઝી ગયેલા બે પૈકીનાં એક યુવાનનું મોત


SHARE













હળવદના વેલવીન લેમીનેટ કારખાનામાં કેમિકલની પાઇપમાં લીકેજ થતાં દાઝી ગયેલા બે પૈકીનાં એક યુવાનનું મોત

હળવદ નજીક આવેલ વેલવીન લેમીનેટ એલ.એલ.પી. કારખાનામાં કેમિકલને પાઇપલાઇન દ્વારા મોટરથી ઉપર ચડાવતા હતા ત્યારે અકસ્માતે કેમિકલની પાઇપમાં લીકેજ થયું હતું જેથી કરીને બે વ્યક્તિઓ શરીરે દાજી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હળવદની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તે બે પૈકીનો એક વધુ ગંભીર રીતે દાઝી ગયેલ હોવાથી તેને પ્રાથમિક સારવાર હળવદ આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેની બોડીને સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં હળવદ નજીક સુસવાવ ગામની સીમમાં આવેલ વેલવીન લેમીનેટ એલ.એલ.પી. નામના કારખાનાના ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા બલવાનસિંહ જીવનસિંહ દેવડા જાતે રાજપૂત (૨૧) અને ભવાનસિંહ વિક્રમસિંહ મકવાણા જાતે રાજપૂત (૪૫) બંને કારખાનામાં કામગીરી કરી રહ્યા હતા અને ત્યારે વેસલ વિભાગમાં કેમિકલ પાઇપલાઇન દ્વારા મોટરથી ઉપર ચડાવતા હતા ત્યારે અકસ્માતે કેમિકલની પાઇપ લીકેજ થતા બંને યુવાનોના શરીર ઉપર કેમિકલ ઉડતા તે શરીરે દાઝી ગયા હતા જેથી કરીને બંનેને સારવાર માટે હળવદની શ્રીજી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં બંનેને સારવાર આપવામાં આવી હતી ત્યારે ભવાનસિંહની તબિયત સારી થઈ જતાં તેને સારવાર બાદ રજા આપવામાં આવી હતી જોકે બલવાનસિંહ જીવનસિંહ દેવડા વધુ દાઝી ગયેલ હોવાથી હળવદથી વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરતા હતા ત્યારે રસ્તામાં તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હળવદની સરકારી હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના જી.પી. ટાપરિયા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ તિરુપતિ સોસાયટીમાં રહેતા કિરીટભાઈ જસમતભાઈ લીખિયા (૪૦) અને મનિષાબેન કિરીટભાઈ લીખિયા (૪૦)ને તેઓના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે




Latest News