મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેક્ટર પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ


SHARE













મોરબી જિલ્લા કલેક્ટર પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ


મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી યોગ્ય પગલાં લેવા સંબંધિત વિભાગોને સુચના આપવામાં આવી હતી.આ બેઠક અન્વયે રોડ-રસ્તા, પીવાનું પાણી, પાણીના જોડાણ, કેનાલ અને સિંચાઈ સુવિધા, તળાવોમાં પાણી ભરવા જોડાણ ઉભું કરવા, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઈટ વગેરેને લગતા પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં જરૂરી પગલાઓ લેવા માટે સૂચના આપવામાં આવી હતી.


આ બેઠકમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા સાથે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ.શિરેશિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતાબેન મેર સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News