મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલ દ્વારા સફાઈ વિશે જાગૃતતા માટે શ્રમદાન કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની નીલકંઠ સ્કૂલ દ્વારા સફાઈ વિશે જાગૃતતા માટે શ્રમદાન કાર્યક્રમ યોજાયો

સ્વચ્છ મોરબી, સ્વચ્છ ભારત અંતર્ગત ૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી જયંતિ ઉજવણીથી ગાંધીજીના સ્વચ્છતાના વિચારો વિદ્યાર્થીઓ જાણતા થાય, બાળકોમાં પર્યાવરણનું જતન કરવાનો ગુણ વિકસે, સમાજમાં સફાઈ વિશે જાગૃતતા કેળવાય તે માટે નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું અદકેરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા રવાપર રોડ પર સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ સુધી સફાઈ અભિયાન ચલાવી ગંદકી દૂર કરી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડયું હતું. આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓ શ્રમનું મહત્વ સમજ્યા હતા અને પોતે સ્વસ્છતા જાળવશે અને લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. આ અભિયાનમાં નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટીઓ જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રા તેમજ સુપરવાઈઝર મનોજભાઈ જોષી અને માધ્યમિક વિભાગના મુખ્ય શિક્ષક કેતનભાઈ વાછાણી, રવિભાઈ સાણજા અને પ્રતિક્ષાબેન મહેતાએ પણ ઉત્સાહભેર પોતાનું યોગદાન આપીને ચાર ચાંદ લગાવી દીધા હતા.






Latest News