મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાંથી વચ્ચગાળાના જામીન લઈને ફરાર થયેલ આરોપીને પકડીને જેલ હવાલે કરાયો


SHARE

















મોરબી સબ જેલમાંથી વચ્ચગાળાના જામીન લઈને ફરાર થયેલ આરોપીને પકડીને જેલ હવાલે કરાયો

મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા સારૂ ખાસ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે મોરબી પેરોલ ફર્લો સ્કોડના ચંદ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, મોરબી તાલુકા વર્ષ ૨૦૨૦માં આઇ.પી.સી.કલમ ૩૭૯ મુજબનો ગુનો નોધાયો હતો જેમાં કાચા કામનો આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે પ્રહલાદ રતનસિંહ દલ્લાસિંહ ઓડ (૨૨) રહે. આમેટ(અસન) તાલુકો બીકાવાસ જીલ્લો રાજસમદ (રાજસ્થાન) વાળો મોરબી સબ જેલમાં હતો અને કાચા કામના આરોપીએ વચગાળાના જામીન મેળવ્યા હતા અને તા.૧૭/૫/૨૦૨૧ થી તા.૧૭/૮/૨૦૨૧ સુધી મુકત કરવામાં આવેલ હતો જો કે, તા.૧૮/૮/૨૦૨૧ ના રોજ જેલ ખાતે હાજર ન થતાં આરોપી અરવલ્લી જિલ્લાના શામળાજી આશ્રમ ચોકડી ખાતે હોવાની હક્કિત આધારે પોલીસે તેને પકડીને મોરબી સબ જેલ હવાલે કરેલ છે




Latest News