મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના આઈ.ટી.આઈ. ખાતે તમાકુ કંટ્રોલ સેલ દ્વારા વકૃત્વ સ્પર્ધા યોજાઇ


SHARE













મોરબીના આઈ.ટી.આઈ. ખાતે તમાકુ કંટ્રોલ સેલ દ્વારા વકૃત્વ સ્પર્ધા યોજાઇ

તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પીપળી દ્વારા આઈ.ટી.આઈ. મહેન્દ્રનગર ખાતે વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમાકુ નિષેધ વકૃત્વ સ્પર્ધામાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં યુવાઓ દ્વારા વ્યસનની શારીરિક અસરો, માનસિક અસરો, આર્થિક અસરો વિશે પોતાની શૈલીમાં વક્તવ્ય આપવામાં આવ્યું હતું આ વકતૃત્વ સ્પર્ધામાં વિજેતા થનાર ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને અંતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પીપળીના આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાણીયા દ્વારા તમાકુના સેવનથી થતી નુકશાની વિશે વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને આ દુષણથી દૂર રહેવા અપીલ કરાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા આઈ.ટી. આઈ. મહેન્દ્રનગર ના પ્રિન્સિપાલ હળવદિયા સાહેબ, ધાનજા સાહેબ તેમજ સ્ટાફ તથા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પીપળીના સી.એચ.ઓ. સુનિલભાઈ લઢેર, રંગપર પ્રા.આ.કે. ના સુપરવાઈઝર પ્રફુલભાઈ રાઠોડ એ જહેમત ઉઠાવી હતી.






Latest News