ટંકારા પોલીસે રાજકોટ સિવિલ હોસ્પિટલના સહયોગ અર્થે રક્તદાન કેમ્પ યોજયો
મોરબીમાં ટેટ-ટાટના પરીક્ષાર્થીઓના ન્યાય માટે એબીવીપીએ આવેદનપત્ર પાઠવ્યું
SHARE
મોરબીમાં ટેટ-ટાટના પરીક્ષાર્થીઓના ન્યાય માટે એબીવીપીએ આવેદનપત્ર પાઠવ્યું
મોરબી એબીવીપી દ્વારા જ્ઞાન સહાયક ભરતીને લઈ ટેટ-ટાટના પરીક્ષાર્થીઓના ન્યાય માટે કલેક્ટર કચેરી ખાતે ધરણા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ટેટ-ટાટની પરીક્ષામાં જે સરકાર દ્રારા જ્ઞાન સહાયક યોજના અમલી બનાવેલ છે તેના વિરોધ સાથે ઉમેદવારોને સાથે રાખીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ અને જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આ માંગ નહી સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવશે તેવી ચિમકી એબીવીપી દ્રારા ઉચ્યારવામાં આવેલ છે.