મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ખોખરા હનુમાનજી ખાતે આવલી સંસ્કૃત મહાવિદ્યાલયમાં વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ડે ઉજવાયો


SHARE









મોરબીમાં ખોખરા હનુમાનજી ખાતે આવલી સંસ્કૃત મહાવિદ્યાલયમાં વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ડે ઉજવાયો

‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દિવસ’ અન્વયે મોરબીના ખોખરા હનુમાનજી ખાતે આવેલી શ્રી સદગુરૂ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આપતિ વ્યવસ્થાપન વિશે માહિતગાર કરી ‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે ઑક્ટોબરમાં ‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ડે’ તરીકે મનાવવામાં આવે છે. કુદરતી તેમજ માનવ સર્જીત આફત જેવી કે પુર, ભુકંપ, વાવાઝોડુ, અકસ્માત, આગ, રોગચાળો વગેરે જેવી આપત્તીઓ સંપુર્ણપણે અટકાવી શકાતી નથી, પરંતુ થોડીક કાળજી અને સજાગતા તેમજ પુર્વ તૈયારીથી આવી આફતથી થતી જાનમાલની નુકશાનીમાં ઘટાડો કરી શકાય છે. આ દિવસની ઉજવણી અન્વયે વિશ્વભરમાં લોકોને આપત્તિઓ અને જોખમો વિશે જાગૃત કરવામાં આવે છે. આ વર્ષે ‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દિવસ’-૨૦૨૩ની થીમ ‘સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે અસમાનતા સામે લડવું’ (Fighting inequality for a resilient future) રાખવામાં આવી છે. આ ઉજવણીના ભાગરૂપે મોરબીમાં ખોખરા હનુમાન ખાતે આવેલી સંસ્કૃત પાઠશાળાના ૬૫ ઋષિકુમારોને આપત્તિ નિવારણ અંગેનું માર્ગદર્શન, અગ્નિશામક યંત્રનો ઉપયોગ અને ૧૦૮ ઇમર્જન્સી સેવાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી ડીઝાસ્ટર વિભાગના કન્સલ્ટન્ટ ડૉ. ધાર્મિક પુરોહિત, મોરબી ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા, ૧૦૮ ઇમર્જન્સી સર્વિસના કર્મચારી, સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ દિપક મહેતા અને શિક્ષકઓએ હાજર રહી ઋષિકુમારોને માહિતી પુરી પડી હતી.




Latest News