મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં બેટી બચાઓ બેટી પઢાઓ તથા પૂર્ણા યોજના અંતર્ગત કિશોરી મેળો યોજાયો


SHARE















મોરબીમાં બેટી બચાઓ બેટી પઢાઓ તથા પૂર્ણા યોજના અંતર્ગત કિશોરી મેળો યોજાયો

મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી  દ્વારા તથાગત બુદ્ધ હૉલ મોરબી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને 'બેટી બચાવો બેટી પઢાવો' તથા 'પૂર્ણા યોજના' અંતર્ગત 'કિશોરી મેળો' યોજાય હતો. જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ કિશોરીઓને પ્રેરણાત્મક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, નિયમિત આરોગ્ય વિષયક તપાસ કરાવી સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ. જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ પરિવારમાં દીકરી અને પુત્રવધુના મહત્વ વિશે વાત કરી હતી તેમજ કિશોરીઓના જીવનમાં મીલેટ્સનું મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયાએ કહ્યું હતું કે, આંગણવાડીમાં મળતા લાભોથી કોઈ કિશોરી વંચિત ન રહે અને વાલીઓને કિશોરીઓની શારીરિક તપાસ નિયમિત કરાવવા સૂચન કર્યું હતું તેમજ દીકરા-દીકરીઓ વચ્ચે અસમાનતા ઘટાડવા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો આભાર માન્યો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારી કે.વી. કાતરીયાએ દીકરીઓના શિક્ષણની સાથે પોષણ સ્તરમાં સુધારો લાવવાની દિશામાં રાજ્ય સરકારની કામગીરી અને યોજનાકીય માહિતી વિશે દીકરીઓને સમજ પુરી પાડી હતી. જિલ્લા પ્રોગ્રામ અધિકારી ડૉ. ડી.વી. બાવરવાએ પોષણ સ્તરમાં સુધારો કરવા માટે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા થઈ રહેલી કામગીરીથી દીકરીઓને વાકેફ કરીને પૂર્ણાશક્તિ યોજના અંગે માહિતી પુરી પાડી હતી અને કિશોરીઓને આર્યનની ગોળીઓ લેવાની ભલામણ કરી હતી. અને આ તકે સૌએ દીકરીઓને મિલેટ્સમાંથી તૈયાર કરવામાં આવેલી વાનગીઓનું સેવન કરીને પોતાના સ્વાસ્થ્યની સુરક્ષાની જાતે કાળજી લેવા પ્રેરિત કર્યા હતા.

આ કિશોરી મેળા અન્વયે ૫ દીકરીઓને 'વ્હાલી દીકરી યોજના' સહાય હેઠળ ૧,૧૦,૦૦૦ ના હુકમ અર્પણ કરવામાં આવ્યા હતા. કિશોરીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પહેરવેશને ઉજાગર કરતું રેમ્પ વોક કરવામાં આવ્યું હતું. કિશોરી સ્વાતિ ભટ્ટએ પોતાને મળેલા સરકારી યોજનાના લાભો વિશે સૌને માહિતગાર કર્યા હતા. આ કિશોરી મેળા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા સહિતના અધિકારીઓએ અને જેઠાભાઈ પારેધી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News