મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીની સફાઇના નામે તોડેલી હકુની પાજ પુન: બનાવાય તો રીવર ફ્રન્ટનો નઝારો બની શકે :  લાલજી મહેતા


SHARE









મોરબીની મચ્છુ નદીની સફાઇના નામે તોડેલી હકુની પાજ પુન: બનાવાય તો રીવર ફ્રન્ટનો નઝારો બની શકે :  લાલજી મહેતા

મોરબીમાં વર્ષો પહેલા મચ્છુ નદીમાં જુલતા પુલના નીચેના ભાગે પાજ બનાવવામાં આવી હતી.પાજ એટલે કે નાનો ચેક ડેમ કે જે તે સમયે હકુ નામની વ્યક્તિએ બનાવેલ હતી જેથી તેનું નામ "હકુની પાજ" પડી ગયુ હતુ અને ખૂબ નજીવા ખર્ચે તે સમયે તે મજબૂત અને ટકાઉ પાજ નદીના પટમાં બનાવવામાં આવી હતી કે જે પાજને તોડવા માટે થોડા સમય પહેલા જેસીબી અને હિટાચી નદીના પટમાં ઉતારવા પડ્યા હતા..! મચ્છુ નદીની સફાઈના બહાને જે તે સમયે તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા તે પાજને તોડી નંખાઈ હતી જોકે મચ્છુ નદી તો સાફ ન થઈ ગટરનું ઝરણુ જ બની રહી પરંતુ જો તૂટી ગયેલી પાજને પુન: રિપેર કરવામાં આવે તો ત્યાં સતત પાણી ભરાયેલું રહે તેમ છે અને સામે જ સ્વામિનારાયણ મંદિર બની રહેલ છે તેથી ત્યાં ભવિષ્યમાં આવતા લોકો માટે એક રિવરફ્રન્ટનો નજારો બની શકે તેમ છે માટે તે તોડી નાંખવામાં આવેલી હકુની પાજને પુન: બનાવવામાં આવે તેવી અહીંના જાગૃત નાગરિક લાલજીભાઈ મહેતા દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી નગરપાલિકા દ્વારા મચ્છુ નદીમા હાલના સમયે પણ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે ત્યારે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા, રામભાઇ મહેતા અને બળવંતભાઇ ભટ્ટ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવવામાં આવેલ છેકે અગાઉ નદી સફાઇના નામે તોડી પાડેલ હકુની પાજને પુન: બાંધી લેવામાં આવે તો મચ્છુ નદી પાણીથી છલકાઈ જશે.વધુમાં મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ પાલિકાના ચીફ ઓફિસરને મચ્છુ નદીમાં પટમાં ચાલી રહેલા સફાઈ અભિયાન બદલ ધન્યવાદ પાઠવીમે જણાવેલ છેકે, મોરબી સ્ટેટના વખતમાં મચ્છુ નદીના જે નાલા છે ત્યાં પારીયા મારવામાં આવતા હાલે ત્રણ નાલાને તોડી નાખેલ છે. જો એ ત્રણેય નાલા (પાજ) રીપેર થઇ જાય તો ત્યાં સતત પાણી ભર્યુ રહે અને પ્રજાને ઉપયોગી થાય સાથે સાથે નાની પાજ છે તેમાંથી કચરો કાઢી લેવામાં આવે તો ત્યાં અગાઉ બહેનો કપડાં ધોવા આવતા તે પાજ પાણીથી ભરાઇ રહે અને વેજીટેબલ પાસે હકુની પાજ આવેલ છે.જે મોરબી સ્ટેટની છે તે બાંધી લેવામાં આવે તો નદીનું પાણી બારે માસ ભરાઇ રહેશે.આ સમગ્ર સમારકામ પાછળ મોરબી નગરપાલિકાને માત્ર બે થી ત્રણ લાખનો જ ખર્ચ થશે. ભૂતકાળમાં સરકાર દ્વારા આ અંગેનો સર્વે પણ કરવામાં આવ્યો હતો છતાં એ અંગે કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા ત્યારે મોરબી નગરપાલિકાની યોજના મચ્છુ નદી પાસે રિવરફ્રન્ટ બનાવવાની છે ત્યારે સૂચિત ફેરફાર રીવર ફ્રન્ટની શોભામાં અભિવૃદ્ધિ કરશે તેમ રજૂઆતમાં લાલજીભાઇ મહેતાએ જણાવેલ છે.




Latest News