કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ પાસે વાડીમાં ઝેરી દવા પી જતાં મહિલા સારવારમા


SHARE







હળવદના રણજીતગઢ પાસે વાડીમાં ઝેરી દવા પી જતાં મહિલા સારવારમાં

હળવદ નજીકના રણજીતગઢ ગામે વાડી વિસ્તારમાં રહેતી શ્રમિક મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રણજીતગઢ ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ગણેશભાઈ ધર્માભાઈ ભીલ (૨૫) ના પત્ની લાલીબેન ગણેશભાઈ ભીલ (૨૦)એ કોઈ અગમ્ય કારણોસર વાડી વિસ્તારમાં હતા દરમિયાન ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને આ બનાવની પરણીતાના પતિએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એમ.પી. સોનારા ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા
મોરબીના દરબારગઢ પાસે રહેતા પુરુષોત્તમભાઈ નાથાભાઈ કાનાણી (૮૩) નામના વૃદ્ધને જૈન દેરાસર પાસે કોઈ સ્કૂટર વાળાએ હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં તેઓને ઈજા થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં ઇજા
મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચીમાંડલ ગામ પાસે કેશવીન સીરામીકમાં રહેતા શુભમભાઈ (૩૦) નામનો યુવાન ઘરેથી નીકળીને કામે જતો હતો ત્યારે ખરેડા અને નીચી માંડલ વચ્ચે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં ઇજાઓ થઇ હોવાથી હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની છે અને આ બનાવની આગળની વધુ તપાસ જે.બી. પટેલ ચલાવી રહ્યા છે.




Latest News