મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના સુખપર પાસે આવેલ હોટેલના સંચાલક પાસેથી પોશડોડાનો જથ્થો ઝડપાયો


SHARE









હળવદના સુખપર પાસે આવેલ હોટેલના સંચાલક પાસેથી પોશડોડાનો જથ્થો ઝડપાયો

હળવદ ધ્રાંગધા હાઇવે ઉપર આવેલ સુખપર ગામ પાસે બાબા રામદેવ હોટલમાં એસઓજીની ટીમે રેડ કરી હતી ત્યારે હોટલના સંચાલક પાસેથી ૩ કિલો ૩૩૧ ગ્રામ પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને એસઓજીની ટીમે મુદામાલ કબજે કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લા એસઓજીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હળવદના સુખપર ગામ પાસે આવેલ બાબા રામદેવ નામની હોટલ રેડ કરી હતી ત્યારે હોટલના સંચાલક ઠાકરારામ લીછમનારામ ચૌધરી (૪૫) પાસેથી ૩ કિલો ૩૩૧ ગ્રામ પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૯૯૯૩ ના પોસડોડા અને ૧૦૦૦ નો મોબાઈલ આમ કુલ મળીને ૧૦,૯૯૩ નો મુદામાલ કબજે કરેલ છે અને હોટલના સંચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી),૧૫(બી) મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે આ કામગીરી એસઓજીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News