મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના જુના વેગડવાવ ગામેથી શાક લેવા નીકળેલ મહિલા ગુમ


SHARE









હળવદના જુના વેગડવાવ ગામેથી શાક લેવા નીકળેલ મહિલા ગુમ

હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતી પરિણીતા તેના દિયર સાથે ઘરેથી શાકભાજી લેવા નીકળ્યા હતા અને હળવદના ધાંગધ્રા દરવાજા પાસે તેના દિયરે તેમને શાકભાજી લેવા મૂકીને ગયા હતા ત્યાર બાદ કોઈને કશું કહયા વગર તે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને ગુમ થયેલ પરણીતાના પતિ દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપવામાં આવતા પોલીસે તેની નોંધ કરી મહિલાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના વેગડવા ગામે રહેતા જગદીશભાઈ દેવજીભાઈ મોરી જાતે દલવાડી (૪૧)એ તેના પત્ની કલ્પનાબેન જગદીશભાઈ મોરી જાતે દલવાડી (૩૪) ગુમ થયા હોવાની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. ૧૮/૧૦ ના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યાના અરસામાં ઘરેથી શાકભાજી લેવાનું કહીને તે તેના નાના ભાઈ પ્રતાપ સાથે ગયા હતા અને પ્રતાપભાઈએ તેના ભાભી કલ્પનાબેનને હળવદના ધાંગધ્રા દરવાજા પાસે શાકભાજી લેવા માટે મૂક્યા હતા દરમિયાન કોઈને કશું કહયા વગર કલ્પનાબેન મોરી ચાલ્યા ગયેલ હોય હાલમાં તેના પતિ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપવામાં આવતા પોલીસે મહિલાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.એન. બાવળિયા ચલાવી રહ્યા છે




Latest News