મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના મયુરનગર ગામે પ્રાથમિક શાળામાં બાંધકામ કરતાં સમયે નીચે પટકાતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE









હળવદના મયુરનગર ગામે પ્રાથમિક શાળામાં બાંધકામ કરતાં સમયે નીચે પટકાતાં ઇજા પામેલા યુવાનનું મોત

હળવદ તાલુકાના મયુરનગર ગામે પ્રાથમિક શાળામાં બાંધકામ ચાલી રહ્યું છે દરમિયાન ૩૫ ફૂટની ઊંચાઈ ઉપરથી પગ લપસતા નીચે પડેલ યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તે યુવાનનું રાજકોટ ખાતે મોત નીપજયું છે જેથી આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનો રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતો અને મજૂરીકામ કરતો ભીખાભાઈ મડિયાભાઈ મોહનિયા (ઉંમર ૨૭) નામનો યુવાન હળવદ તાલુકાના મયુરનગર ગામે પ્રાથમિક શાળામાં બાંધકામ વાળી જગ્યાએ હતો ત્યારે બાંધકામ કરતાં સમયે અકસ્માતે ૩૫ ફૂટની ઊંચાઈ ઉપરથી પગ લપસી જતા તે નીચે પટકાયો હતો જેથી કરીને તેને શરીરને ગંભીર ઇજા થઈ હોવાથી તે યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું ગઈકાલે મોત નીપજયું હતું.જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ
મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા કૈલાસબેન વિજયભાઈ ડાભી (૩૨) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને વજેપર શેરી નંબર ૧૩ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાથી તેઓ બાઈકમાંથી નીચે પટકાયા હતા અને અકસ્માતના બનાવમાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ પી.બી. ઝાલા ચલાવી રહ્યા છે

ઝેરી દવા પીધી
મોરબીના રવાપર ગામે આવેલ શ્રીહરી ટાવર ખાતે રહેતા રામબહાદુર માનસિંગ ડાકે જાતે નેપાળી (૨૬) નામના યુવાને ગામ પાસે આવેલ તળાવ નજીક ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવારના આપીને હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ પી.બી. ઝાલા ચલાવી રહ્યા છે




Latest News