મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદમાં મિત્ર સામે કરેલ ફરિયાદનો ખાર રાખીને ધારિયા મારીને રિક્ષામાં નુકશાન કરનારા શખ્સની ધરપકડ


SHARE









હળવદમાં મિત્ર સામે કરેલ ફરિયાદનો ખાર રાખીને ધારિયા મારીને રિક્ષામાં નુકશાન કરનારા શખ્સની ધરપકડ

હળવદમાં ઘાંચી જમાતખાના પાસે પ્રસંગમાં આવેલ ધ્રાંગધ્રાના યુવાને અગાઉ થયેલ ઝઘડાની ધ્રાંગધ્રા ખાતે ફરિયાદ કરી હતી તેનો ખાર રાખીને હળવદમાં તે યુવાનની રિક્ષામાં ધારિયાના ઘા મારીને તોડફોડ કરીને નુકસાની કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ધાંગધ્રામાં મયુરનગર ખાતે આવેલ છગનભાઈ પટેલના કારખાનામાં રહેતા અફઝલભાઈ અસલમભાઈ જેસડિયા જાતે ઘાંચી મુસ્લિમ (૨૬)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એજાજ યાસીનભાઈ લોલાડીયા રહે. હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદના ઘાંચી જમાતખાના ખાતે તેઓના પત્નીના મોટા બાપુના દીકરાના ઘરે પ્રસંગ હોવાથી તેઓ જમણવારમાં તેઓના પત્ની અને બાળકો સાથે પોતાની રીક્ષા નંબર જીજે ૧૩ એવી ૪૩૪૬ લઈને આવ્યા હતા ત્યારે આરોપી એજાજ લોલાડીયાએ ફરિયાદીને અગાઉ આરોપીના મિત્ર સાથે ઝઘડો થયો હતો જે બાબતની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાય છે તે ફરિયાદનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીની રીક્ષામાં ધારિયાના ઘા મારીને આગળનો કાચ, સીટ, વુડ વગેરેમા તોડફોડ કરીને નુકસાની કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવેલ છે તેના આધારે પોલીસે આરોપી એજાજ યાસીનભાઈ લોલાડીયા રહે. હળવદ વાળાની ધરપકડ કરેલ છે 




Latest News