મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદમાં બાઈક આપવાની ન પાડતી મહિલાના ઘરમાં તોડફોડ કરીને ગર્ભિત ધમકી: ગુનો નોંધાયો


SHARE









હળવદમાં બાઈક આપવાની ન પાડતી મહિલાના ઘરમાં તોડફોડ કરીને ગર્ભિત ધમકી: ગુનો નોંધાયો

હળવદમાં આવેલ જોગણી માતાજીના મંદિરની સામેના ભાગમાં રહેતી મહિલાના ઘરે બાઈક માંગવા માટે થઈને ત્યા રહેતો શખ્સ ગયો હતો ત્યારે બાઈક આપવાની મહિલાએ ના પડી હતી જે તેને સારું લાગ્યું ન હતું જેથી કરીને બે શખ્સો દ્વારા મહિલાને ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ લાકડાના ધોકા વડે ફરિયાદી તથા સાહેદના ઘરમાં તોડફોડ કરીને નુકસાન કરવામાં આવી હતી તેમજ ફરિયાદી મહિલાના પતિને મોબાઇલમાં ફોન કરીને ફરિયાદ નહીં કરવા માટે ગર્ભિત ધમકી આપી હતી જેથી હાલમાં ભોગ બનેલ મહિલા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના જોગણી માં મંદિર વિસ્તારમાં રહેતા રેખાબેન કિરણભાઈ વાજવેલીયા જાતે દેવીપુજક (૨૦)એ રાયબ ઉર્ફે મોલુ રમજાનભાઈ ભટ્ટી જાતે મિયાણા રહે. જોગણી માતા મંદિર સામે હળવદ અને એક અજાણ્યો શખ્સ આમ બે વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની પાસે આરોપી રાયબએ બાઈક માંગ્યું હતું ત્યારે તેમણે બાઈક આપવાની ના પાડી હતી જે તેને સારું નહીં લાગતા તેણે ફરિયાદી મહિલાને ગાળો આપી હતી અને બાદમાં લાકડાના ધોકા વડે ફરિયાદી તથા સાહેદના ઘરની અંદર તોડફોડ કરીને નુકસાની કરી હતી અને સાહેદ મોરારભાઈને લાકડાના ધોકા વડે માર મારીને ઈજા કરી હતી તેમજ ફરિયાદી મહિલાના પતિને મોબાઈલ ફોન ઉપર ફોન કરીને ફરિયાદ ન કરવા માટે ગર્ભિત ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાએ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News