મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના નવા અમરાપર ગામે લેણા નીકળતા રૂપિયા લાભ પાચમ પછી આપવાનું કહેતા આધેડને ધોકા વડે માર માર્યો


SHARE









હળવદ તાલુકાના નવા અમરાપર ગામે લેણા નીકળતા રૂપિયાની માંગણી કરી હતી ત્યારે આધેડે લાભ પાચમ પછી રૂપિયા આપવાનું કહ્યું હતું જેથી કરીને તેને ગાળો આપીને ધોકા વડે અને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા અમરાપર ગામે રહેતા જેરામભાઈ ચકુભાઈ બાલાસણીયા જાતે અનુ. જાતિ (૪૯)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ ચંદુભાઈ બાલાસણીયા, વિજયભાઈ પ્રવીણભાઈ બાલાસણીયા અને રૂખડભાઈ બાજુભાઈ બાલાસણીયા રહે તમામ મીયાણી તાલુકો હળવદ વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે નવા અમરાપર ગામની સીમમાં આરોપીએ ફરિયાદી પાસે અગાઉના લેણા રૂપિયાની માંગણી કરી હતી ત્યારે ફરિયાદીએ લાભ પાચમ પછી તે રૂપિયા આપવા માટેનું કહ્યું હતું ત્યારે આરોપી ઉસકેરાઇ ગયો હતો અને તેણે ગાળો આપી હતી અને ત્યારે વિજયભાઈએ ધોકા વડે અને જાપટો મારી હતી તેમજ રમેશભાઈએ માર માર્યો હતો અને ત્યારે રૂખડભાઈએ ફરિયાદીને પકડી રાખ્યો હતો દરમિયાન તેનો દીકરો વિનોદ ત્યાં આવી જતા ત્રણેયને સમજાવતા તે ત્યાંથી જતા રહ્યા હતા અને જતા જતા વિજયભાઈએ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ વિક્રમભાઈને કેનાલ પાસે વિજયભાઈ અને રૂખડભાઈએ બથમબથી કરીને ઢીંચણના ભાગે ધોકો મારીને ઇજા કરી હતી જેથી કરીને ભોગ બનેલા જેરામભાઈ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપી અને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News