મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના મીયાણી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરાયું


SHARE









હળવદના મીયાણી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરાયું

હળવદ તાલુકાના મીયાણી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. જ્યાં ગામમાં ઉષ્માભેર રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ અને ODF plus અંતર્ગત પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. અને આયુષ્માન કાર્ડ સહિત વિવિધ યોજનાના લાભોથી મીયાણીના ગ્રામજનોને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ,  ઉજ્જવલા યોજના, વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મીયાણી ગામના આગેવાનો અને ગ્રામજનો, સરકારી વિભાગના અધિકારી/કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




Latest News