વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

ગરબા ઓફ ગુજરાત: મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે કલેક્ટરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો


SHARE











ગરબા ઓફ ગુજરાત: મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે કલેક્ટરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો

ટંકારાના વીરપર પાસે આવેલ નાલંદા વિદ્યાલય ખાતે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ‘ગરબા ઓફ ગુજરાત’ કાર્યક્રમ યોજાયો હતો. આપણા ગુજરાતની આગવી ઓળખ સમા ગરબાને યુનેસ્કો દ્વારા તા. ૬/૧૨ ના રોજ સાઉથ આફ્રિકાના બોત્સ્વાના ખાતેથી વર્લ્ડ હેરીટેજ તરીકે જાહેર કરવામાં આવતા નાલંદા વિદ્યાલય ખાતે પ્રાચીન ગરબાની રમઝટ જામી હતી. આ ઐતિહાસિક પ્રસંગને સૌ લોકોએ નાલંદા વિદ્યાલય-વિરપર ખાતે સ્ક્રીન પર જીવંત પ્રસારણ માણ્યું હતું અને આ ઐતિહાસિત પ્રસંગની ઉજવણી કરી હતી.

રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર આયોજિત ‘ગરબા ઓફ ગુજરાત’માં ગુજરાતની સંસ્કૃત્તિની આગવી ઓળખ સમા પ્રાચિન ગરબાની પ્રસ્તુતિ કલાકારો દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત ગૌરવને જીવંત રાખવા ગરબાને વર્લ્ડ હેરિટેજ, ભારતમાંથી અમૂર્ત સાંસ્કૃતિક વારસા (ICH) તત્વ તરીકે નામાંકન મળ્યું છે. તેના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાત સહિત મોરબી ખાતે ‘ગરબા ઓફ ગુજરાત’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અને આ ઐતિહાસિક પળને માણવા માટે જિલ્લા કલેકટર જી.ટી. પંડયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતિ હિરલબેન વ્યાસ, નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટી, આચાર્ય, તેમજ શિક્ષકઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમને ગરબા પ્રેમી જન મેદનીએ રસભરી નિહાળ્યો હતો. આ તકે ભારતના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તત્વ તરીકે ૧૫મું સ્થાન પામનાર ભાષા, કલા, સામાજિક તહેવાર, પ્રાકૃતિક, બ્રહ્મ જ્ઞાન અને પારંપરિક પ્રથાઓ, માનવીય અને ધાર્મિક એકતાને જોડતા આ ગરબાના નામાંકન ગૌરવ કાર્યક્રમનું જીવંત પ્રસારણ બોત્સ્વાના ખાતેથી કરાયું હતું. યુનેસ્કો શિલાલેખને રાષ્ટ્રીય ગૌરવ બાબત ગણીને ગુજરાત સરકારે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું તેવું મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News