મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એફ્પો સંસ્થાના કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ


SHARE









વાંકાનેરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એફ્પો સંસ્થાના કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

એફ્પો સંસ્થા બિસીઆઈ પ્રોજેકટ હેઠળ કાર્યરત સંસ્થાના મહિલા અને પુરુષ કાર્યકરો ક્રિકેટ મેચ યોજી ઝેન્ડર  ઈક્વાલીટીનું ઉતમ ઉદાહરણ પુરું પાડયું હતું અને વિજેતા ટીમને ટ્રોફી તથા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝના ખેલાડીનું  મેડલ આપી બહુમાન કરવામાં આવ્યું હતું 

એફ્પો સંસ્થા BCI પ્રોજેક્ટ હેઠળ કાર્યરત  વાંકાનેર ઓફીસ, થાનગઢ ઓફીસ, ચોટીલા ઓફીસ, ટંકારા ઓફીસ લતીપર ઓફિસના કર્મચારીઓ અને પિયુ મેનેજરો વચ્ચે આત્મિયતા કેળવવાના હેતુથી તથા ફિટનેસ તથા સ્કિલ અને ઝેન્ડર ઈક્વાલીટી માટે વાંકાનેર ક્રિકેટ ગ્રાઉન્ડ પર  મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સંસ્થાના પ્રોજેક્ટ મેનેજર નિતીન કુમાર બંસલની અધ્યક્ષતામાં પિયુ મેનેજર ચતુરભાઈ મકવાણા, ગુલાબભાઈ સિપાઈ,  પ્રવિણભાઈ પટેલ, સોયબભાઈ પરાસરા, બાબુભાઇ વનાળીયા તથા પુરૂષ અને મહિલા કર્મચારીઓ વચ્ચે મેચ રમાઇ હતી. ઉલ્લેખનીય છે કે સંસ્થાનાં બધા કર્મચારી સાથે મળીને A B C D એમ ચાર ટીમ બનાવી હતી.  જેમાં બે-બે મેચના અંતે A અને B ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં B ટીમ વિજેતા ઘોષિત થઇ હતી જેના કેપ્ટન શૈલેષભાઈ ભોરણીયા હતા. અને કુલ પાંચ મેચ રમવામાં આવેલ હતા આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ અનિલભાઈ ધોરાલિયા બનેલ છે હાલ જ્યારે કર્મચારી ઓફીસ કામમા વ્યસ્ત હોવાથી તણાવ અને શારીરિક તકલીફો પણ અનુભવે છે ત્યારે આ રીતે કર્મચારી સાથે સમય પસાર કરી આંનદ માણ્યો સાથે સૌથી મહત્ત્વની વાત એ છે કે ઝેન્ડર  ઈક્વોલિટીને લઈ મહિલા કર્મચારીઓ પણ મેદાનમાં ઉતાર્યા હતા અને મેચ રમી એક ઉમદા ઉદાહરણ આપ્યું હતું




Latest News