મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

તસ્કરોનું નાઈટ પેટ્રોલિગ !: હળવદની મહર્ષિ સોસાયટીમાં એકી સાથે સાત મકાનોમાંથી લાખોના મુદામાલની ચોરી


SHARE









તસ્કરોનું નાઈટ પેટ્રોલિગ !: હળવદની મહર્ષિ સોસાયટીમાં એકી સાથે સાત મકાનોમાંથી લાખોના મુદામાલની ચોરી

હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ મહર્ષિ સોસાયટીમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એક જ રાતમાં એક બે નહીં પરંતુ સાત જેટલા મકાનોના તાળા અને દરવાજા તોડીને ઘરમાં તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી સોના તેમજ ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે જેથી આ અંગેની સ્થાનિક લોકો દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના પહોંચી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જો કે પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠવા લાગ્યા છે

સામાન્ય રીતે શિયાળામાં રાત્રી દરમિયાન ચોરીની ઘટનાઓ ઘણી જગ્યાએ બનતી હોય છે દરમિયાન મકરસંક્રાંતિનો તહેવાર હોય હળવદ શહેરમાં રાણેકપર રોડ ઉપર આવેલ મહર્ષિ સોસાયટીમાં રહેતા જુદા જુદા પરિવારોમાંથી ઘણા પરિવારો પોતાના વતનમાં ગામડે મકરસંક્રાંતિ કરવા માટે થઈને ગયા હતા અને કેટલાક લોકો પ્રસંગમાં બહારગામ ગયા હોય પોતાના ઘર બંધ હતા ત્યારે તસ્કરોએ તકનો લાભ લઈને મહર્ષિ સોસાયટીમાં ધામા નાખ્યા હતા અને એક બે નહીં પરંતુ એકી સાથે એક જ સોસાયટીમાં સાત જેટલા મકાનોના તાળા તોડીને અથવા તો દરવાજા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને જુદા જુદા ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવી છે અને સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે કુલ મળીને લાખો રૂપિયાના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના પહોંચી હતી અને એકની સાથે સાત જેટલા મકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપનારા શખ્સોને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે જોકે, હળવદમાં એક જ વિસ્તારમાં એક સાથે સાત મકાનોમાં ચોરી થતા પોલીસના નાઈટ પેટ્રોલિંગના ધજાગરા થયા હોય તેઓ ઘાટ જોવા મળી રહ્યો છે




Latest News