મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર નજીક રિક્ષામાં પંચર પડતાં નીચે ઉતરેલા યુવાનને બાઇક ચાલકે ઉડાવતા મોત


SHARE















ટંકારાના હીરાપર નજીક રિક્ષામાં પંચર પડતાં નીચે ઉતરેલા યુવાનને બાઇક ચાલકે ઉડાવતા મોત

ટંકારાથી જામનગર તરફ જવાના હાઇવે રોડ ઉપર હીરાપર ગામના પાટીયા પાસે પાણીના સંપ નજીક રિક્ષામાં પંચર પડતા ટાયર ચેક કરવા માટે રિક્ષામાંથી યુવાન નીચે ઉતરેલ હતો ત્યારે તે યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે ટંકારા તાલુકા પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે જામનગરમાં પાણીના પ્લાનમાં નોકરી કરતા અને મોરકંડા શંકર મંદિર વાળી શેરી પાણીના ટાંકા પાસે રહેતા જયેશભાઈ ધરમશીભાઈ પીપરીયા જાતે કોળી (૩૩)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક નંબર જીજે ૩૬ ૧ એજી ૦૬૨૬ ના ચાલક અક્ષયભાઇ અવચરભાઈ ઢેઢી રહે. સરાયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ભાઈ ભરતભાઈ ધરમશીભાઈ પીપરીયા જાતે કોળી (૨૯) રહે. શંકર મંદિર વાળી શેરી પાણીના ટાંકા પાસે મોરકંડા તાલુકો જીલ્લો જામનગર વાળા રીક્ષા લઈને ટંકારા જામનગર હાઇવે ઉપર હીરાપર ગામના પાટીયાથી આગળ નર્મદાના પાણીના સંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેની રિક્ષામાં પંચર પડતા રીક્ષાનું ટાયર ચેક કરવા માટે થઈને તેઓ રિક્ષામાંથી નીચે ઉતર્યા હતા ત્યારે અક્ષયભાઈ ઢેઢી તેનું બાઇક લઈને ત્યાંથી નીકળ્યા હતા અને તેણે ફરિયાદીના ભાઈને હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના ભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નિપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે

બાઈકમાંથી પડી જતાં ઇજા
મોરબીના નાની બજાર વિસ્તારમાં રહેતા મોઈનખાન અબ્દુલખાન મકરાણી (૧૮) નામનો યુવાન મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર આવેલ ગોલા બજાર પાસેથી બાઈકમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર અકસ્માતે તે બાઈકમાંથી નીચે પડી જતા તેને ગળાના ભાગે ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે  






Latest News