મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામ નજીક સાત દુકાન અને બે મકાનને નિશાન બનાવતા તસ્કરો, પોલીસ પેટ્રોલિંગના ધજાગરા


SHARE















મોરબીના નાનીવાવડી ગામ નજીક સાત દુકાન અને બે મકાનને નિશાન બનાવતા તસ્કરો, પોલીસ પેટ્રોલિંગના ધજાગરા

મોરબી જિલ્લામાં જાણે કે તસ્કરો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવતું હોય તેવો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે.બે દિવસ પહેલા મોરબીના પીપળી ગામ નજીક આવેલ સોસાયટી વિસ્તારમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા.તેવી જ રીતે હળવદની સોસાયટીઓમાં પણ તસ્કરોએ ધામા નાખ્યા હતા અને લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી.આ બે ચોરીની ઘટના સંદર્ભે હજુ સુધી સ્થાનિક પોલીસકોમાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાય નથી તેવામાં હાલમાં જાણવા મળતી માહીતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શોપિંગ સેન્ટરમાં એકી સાથે સાત દુકાન અને ત્યાં સામેના ભાગમાં આવેલ સોસાયટીના બે મકાનમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ત્યાંથી રોકડ રકમ અને જે પરચુરણ મુદ્દામાલ હાથ આવ્યો તેની ચોરી કરવામાં આવી હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે અને આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે રવાના થયેલ છે.

મોરબી જિલ્લામાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કેમ કે ચોરી, હત્યા, હત્યાનો પ્રયાસ, જીવલેણ મારામારી વિગેરે જેવી ઘટનાઓ અવારનવાર જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં બની રહી છે.તેવામાં બે દિવસ પહેલા મોરબી તાલુકા અને હળવદ તાલુકાની બે જુદી જુદી સોસાયટીઓમાં તસ્કરો દ્વારા ધામા નાંખીને કુલ મળીને લગભગ ૧૫ જેટલા મકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. અને ત્યાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી કરવા માંગી હતી અને આ બનાવની જે તે સમયે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળ તો પહોંચી હતી.પરંતુ હજુ સુધી ચોરીની આ ઘટનાઓ સંદર્ભે સ્થાનિક પોલીસ મથકોમાં ચોરૂ અંગેની કોઈ ફરિયાદ નોંધાયેલ નથી..!

તેવામાં હાલમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના નાનીવાવડી ગામ તરફ જવાના રસ્તા ઉપર સોસાયટીની બાજુમાં આવેલ રામપાર્ક પાસે જે સતનામ શોપિંગ સેન્ટર આવેલું છે તેમાં ચોર ઇસમોએ ધામા નાખ્યા હતા અને જુદી જુદી એક બે નહીં પરંતુ સાત જેટલી દુકાનોના તાળા તોડવામાં આવ્યા હોવાનું હાલમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે.આટલું જ નહીં પરંતુ રામપાર્કની સામેના ભાગમાં આવેલ ભગવતીપાર્ક સોસાયટીમાં પણ બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.જોકે દુકાનો અને મકાનમાંથી રોકડ રકમ તથા પરચુણ મુદ્દામાલ જે કાંઈ હાથમાં આવ્યું તે લઈને તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.હાલમાં આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થઇ હતી.જોકે તસ્કરો જે રીતે જુદા જુદા વિતારોમાં એક કરતાં વધુ મિલકતોને નિશાન બનાવી રહ્યા છે તે જોતા કોઈ એક-બે વ્યક્તિ નહીં પરંતુ ચોક્કસ ગેંગ ચોરી કરવા માટે જુદા જુદા વિસ્તારોમાં ત્રાટકતી હોય તેવો ઘાટ હાલમાં મોરબી પંથક જોવા મળી રહ્યો છે. પરંતુ પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગના દાવા કરવામાં આવે છે અને બીજી બાજુ તસ્કરો દ્વારા પેટ્રોલિંગ કરીને જુદા જુદા વિસ્તારોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે ત્યારે પોલીસના નાઈટ પેટ્રોલિંગના ધજાગરા થતા હોય તેઓ ઘાટ જોવા મળી રહ્યો છે.બીજી બાજુ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ રામપાર્ક અને ભગવતી સોસાયટીમાં ચોરીની ઘટનાને અંજામ આપવા માટે આવેલા શખ્સો આસપાસના કોઈ વિસ્તારમાં સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હોવાનું ચર્ચા રહ્યું છે.જોકે આરોપીઓ પકડાશે કે કેમ..? એતો આગામી સમય જ બતાવશે અને આ ચોરીઓનો સિલસિલો ક્યારે અટકશે તે પણ એ પ્રશ્ન છે.






Latest News