વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સાપર ગામે ખોટી રીતે માલિકની જમીનમાં અંતરાય ઉભા કરનાર સામે કોર્ટે વાદીની તરફેણમાં કાયમી મનાઈ હુકમ ફરમાવ્યો


SHARE







મોરબીના સાપર ગામે ખોટી રીતે માલિકની જમીનમાં અંતરાય ઉભા કરનાર સામે કોર્ટે વાદીની તરફેણમાં કાયમી મનાઈ હુકમ ફરમાવ્યો

મોરબી તાલુકાના સાપર ગામના રેવન્યુ સર્વે નંબર ૯૨૪ પૈકી ૧ ની નામે "જેતુવારીના મારગે" વાળી હે.આરે.ચો.મી.૨-૦૨-૩૪ તથા સર્વે નંબર ૬૨૪ પૈકી/૧ પૈકી ૧/ પૈકી ૧/ પૈકી ૧ ની જમીન હે.આરે.ચો.મી.૨-૧૦-૪૪ ની મળી કુલ જમીન હે.આરે.ચો.મી.૪-૧૨-૭૮ જેના એ.૧૦-૨૦ ગુઠાની જમીન વાદી શાંતાબેન ખોડાભાઈ અગોલા સાંખે પટેલ એ પ્રતિવાદી સ્વઃજુવાનસિંહ બળવતંસિંહ જાડેજા પાસેથી અલગ-અલગ દસ્તાવેજોથી અઘાટ વેચાણ રાખેલ ત્યારબાદ પ્રતિવાદી સ્વ.જુવાનસિંહ બળવંતસિંહના વારસદાર અશ્વિનસિંહ જુવાનસિંહ જાડેજાએ આ જમીનમાં વાદીને તેમના કબ્જા ભોગવટામાં તથા ખેડતા વાવતામાં અડચણ ઉભી કરતા અને અવાર-નવાર પઝેશનમાં ડીસ્ટબન્સ ઉભુ કરતા હોઈ વાદી શાંતાબેનએ મોરબીના મહે.સિવિલ જજ સમક્ષ આ જમીન વાદીની સ્વતંત્ર હકક, માલીકી તથા કબજા ભોગવટાની છે તેવું ઠરાવી આપવા તથા સદરહું જમીનમાં પ્રતિવાદી અડચણ, અંતરાય કે ડીસ્ટર્બન્સ ઉભા ન કરે તેવો કાયમી મનાઈ હુકમ મેળવવા રે.દિવાની કેશ નં-૭૩/૨૦૧૨ થી દાવો દાખલ કર્યો હતો.

આ દાવા ના કામે બન્ને પક્ષકારોનો પુરાવો લેવાઈ ગયા બાદ નામદાર શ્રીમતિ ચાંદનીબેન યુવરાજસિંહ જાડેજા (એડિશ્નલ સિવિલ જજ) સાહેબે વાદીનો પુરાવો તથા વાદીના વકીલ એડ.નિકુંજ કોટકની દલીલો સંપુર્ણ પણે ગ્રાહય રાખી દાવાનો હુકમ વાદીની તરફેણમાં કરી આપેલ છે.આ હુકમમાં નામદાર કોર્ટે વાદીનો દાવો મંજુર કરી દાવા વાળી જમીન વાદીની સ્વતંત્ર હકક, માલીકી તથા કબ્જા ભોગવટાની છે.તેવું ઠરાવી આપેલ અને સદરહું જમીનમાં પ્રતિવાદીએ કોઈપણ જાતની દખલગીરી કે અડચણ કે અંતરાય કે ડિસ્ટર્બન્સ ઉભો કરવાનો કોઈપણ જાતનો હકક કે અધિકાર નથી તેવો કાયમી મનાઈ હુકમ ફરમાવવામાં આવેલ અને પ્રતિવાદીએ વાદીની કબ્જા ભોગવટાની જમીનમાં વાદીને ખેડતા વાવતા કે તેના મજુબ કે દાડીયાને ઉપજ-નિપજ લેવામાં પ્રતિવાદી પોતે કે તેના એજન્ટ, મુખત્યાર મારફત કે તેના માણસો મારફત અટકાવે નહિ તેવો કાયમી મનાઈ હુકમ ફરમાવવા પ્રતિવાદી વિરુધ્ધ હુકમ કરેલ છે.આ દાવાના કામે વાદી પક્ષે મોરબીના જાણીતા સિનિયર એડવોકેટ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક રોકાયેલા હતા.






Latest News