મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

કેન્દ્ર સચિવ હેમંતકુમાર મીનાની હાજરીમાં મોરબીના કોયલી ગામે સરકારી કાર્યક્રમ યોજાયો


SHARE









કેન્દ્ર સચિવ હેમંતકુમાર મીનાની હાજરીમાં મોરબીના કોયલી ગામે સરકારી કાર્યક્રમ યોજાયો

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કેન્દ્ર સચિવ હેમંતકુમાર મીના મોરબી જિલ્લાના કોયલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ અન્વયે પધાર્યા હતા. કોયલી ગામની આ મુલાકાત દરમિયાન તેમણે ગામમાં આવેલી આંગણવાડીની મુલાકાત લીધી હતી. આંગણવાડીની મુલાકાત દરમિયાન તેમણે આંગણવાડી ખાતે ઉપલબ્ધ સુવિધાઓ તેમજ બાળકોને આપવામાં આવતી તમામ સુવિધાઓની સમીક્ષા કરી હતી. તેમણે બાળકોને કેટલો સમય શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, આંગણવાડી વર્કર તથા આશા વર્કર બહેનો દ્વારા બાળકોને કેવી કેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, બાળકોના સારા આરોગ્ય માટે શું શું પગલાં લેવામાં આવે છે, તેમને શું શું વાનગીઓ બનાવીને ખવડાવવામાં આવે છે વગેરે પૃચ્છા કરી હતી. પોષણ ટ્રેકર લઈને તેનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું અને નબળા તેમજ ઓછા વજનવાળા બાળકો માટે શું પગલાં લેવામાં આવે છે તેની વિગતે માહિતી મેળવી હતી. ત્યારે ઈસીડીએસ વિભાગના મોરબી ઘટકના સીડીપીઓ મયુરીબેન ઉપાધ્યાય તેમજ ગામના આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનો દ્વારા હેમંતકુમાર મીનાને આંગણવાડીની પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપવામાં આવી હતી આ તકે કલેકટર જી.ટી. પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુબોધકુમાર દુદખીયા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જિલ્લા આયુર્વેદ અધિકારી પ્રવીણભાઈ વડાવિયા સહિતના જોડાયા હતા.




Latest News