વાંકાનેર તાલુકાનાએકપ્લોઝીવ-વિસ્ફોટક પદાર્થ રાખવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીનમંજૂર મોરબીના લાલપર ગામ પાસેથી સગીરાનું અપહરણ મોરબીમાં ધીમેધીમે કરતાં 142 સિરામિક એકમો નેચરલ ગેસ આધારે ધમધમતા થયા: મે માહિનામાં પણ ગેસનો ભાવ ઊંચો રહે તેવા સંકેત મોરબી જીલ્લામાં ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ભાજપના નારાજ આગેવાનો, કોંગ્રેસ અને આપના ઉમેદવારો સહિત કુલ 33 એ ફોર્મ પાછા ખેંચ્યા મોરબીમાં ચૂંટણી ઇફેક્ટ : દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ: ખોટા આધાર, પાન અને ચૂંટણી કાર્ડ તેમજ ખોટું નામ ધારણ કરીને પારકી જમીનનો સોદો કરાવી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા ! મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની શાળા નં-૨ ના બાળકો માટે શૈક્ષણીક પ્રવાસ યોજાયો


SHARE













મોરબીની શાળા નં-૨ ના બાળકો માટે શૈક્ષણીક પ્રવાસ યોજાયો

મોરબી તાલુકાના દરબારગઢ ચોકમા આવેલ તેમજ પ્રધાનમંત્રી રાઈઝિંગ સ્કૂલ ઓફ ઈન્ડિયા માટે પસંદ થયેલ તાલુકા શાળા નં-૨ ના ધો ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણના સિધ્ધાંતો દ્વારા પ્રકૃતિવાદ, વાસ્તવવાદ, અનુભવ દ્વારા શિક્ષણ મેળવે તેવા પ્રયાસનો હેતુ સિધ્ધ થાય તે માટે શૈક્ષણીક પ્રવાસનું આયોજન કરેલ હતું જેમાં જામનગર જિલ્લામાં આવેલ નરારા ટાપુમાં દરિયાઈ જીવસૃષ્ટિ અને વનસ્પતિ જેવી કે ઓક્ટોપસ, જેલ ફિશ, ઢોંગી માછલી, કરચલા, સમુદ્રી કાકડી, સ્ટાર ફિશ, કોરોન, મેગ્રુંવ, જુદી જુદી પ્રકારની લીલ, સમુદ્રી નાના જીવો વગેરેનું વાસ્તવિક અનુભવજન્ય શિક્ષણ મેળવીને વિદ્યાર્થિનીઓ રોમાંચિત થઈ હતી તથા આરાધના ધામમાં મહાન સમાજ સુધારક અને વ્યસનથી થતી આડઅસર અને સાદું જીવન જૈવિક રસાયણ વગરનો શુધ્ધ ખોરાક ખાવો જોઈએ તેનો એહસાસ થયેલ હતો અને રિલાયન્સ મોલમા બજાર, માંગ, ભાવ અને માર્કેટિંગનો અનુભવ વાસ્તવમા મળેલો. આમ આ પ્રવાસના આયોજનથી ધો. ૬થી ૮ની વિદ્યાર્થિનીઓને ભાર વગરનું ભણતર પ્રાપ્ત થયું હતું તેમજ પ્રવાસને સફળ બનાવવા પ્રહલાદભાઈ, સ્વાતિબેન, નફિસાબેન વગેરે શિક્ષકોએ ખૂબ મહેનત ઉઠાવી હતી.આમ વિદ્યાર્થીનીને આજીવન પ્રવાસની યાદ રહેશે.






Latest News