મોરબીમાં ધીમેધીમે કરતાં 142 સિરામિક એકમો નેચરલ ગેસ આધારે ધમધમતા થયા: મે માહિનામાં પણ ગેસનો ભાવ ઊંચો રહે તેવા સંકેત મોરબી મહાપાલિકામાં 3 ફોર્મ ખેંચતા 178 અને જિલ્લા પંચાયતમાં 3 ફોર્મ પાછા ખેંચી લેવાતા 78 ઉમેદવારો મેદાનમાં મોરબીમાં ચૂંટણી ઇફેક્ટ : દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ: ખોટા આધાર, પાન અને ચૂંટણી કાર્ડ તેમજ ખોટું નામ ધારણ કરીને પારકી જમીનનો સોદો કરાવી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા ! મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ટોલ ટેક્સ ભર્યા વગર ગાડી પસાર કરીને સ્ટાફને ફડાકા મારીને ધમકી આપનાર સામે ગુનો નોંધાયો મોરબીના અમરનગર ગામે ઓરડીમાંથી 72 બોટલ દારૂ ઝડપાયો: માળીયાના નવગામ પાસેથી 1200 લિટર આથો ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં એક દિવસીય મેડીકલ કેમ્પનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો


SHARE













મોરબીમાં એક દિવસીય મેડીકલ કેમ્પનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

મોરબીમાં ડો. હસ્તીબેન મહેતાના ૧૨૮ માં કેમ્પનું આયોજન ખારીવાડી પ્રાથમિક શાળા વાવડીરોડ મોરબીમાં શ્રીમતી રસીલાબેન લલિતભાઈ રાવલ(બેંગલોર) વાળાના સૌજન્યથી કરવામાં આવ્યું હતું અને સતત પાંચમાં વર્ષે પણ દાતાના સહયોગથી ડો હસ્તીબેન મહેતા એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધેલ હતો જેમાં દર્દીનું વજન કરી તપાસીને ત્રણ દિવસ દવા આપેલ હતી અને જરૂરિયાત મુજબ ડાયાબિટીસ તેમજ બીપી ચેક કરી આપેલ છે આ કેમ્પમાં  જયસુખભાઇ ભાલોડીયા દ્વારા  સાંધા, વા, ઘૂંટણ, કમરના દુખાવાના દર્દીને પોઇન્ટ દ્વારા સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે કાઉન્સિલર  માવજીભાઈ  કંઝારિયા, ધરમભાઈ કંઝારિયા તેમજ ખારીવાડી શાળાના આચાર્ય તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી આ તકે સહાયક તરીકે  કોઠારીભાઈ, રશ્મિનભાઈ દેસાઈ, કેતનભાઈ મહેતા, કૌશિકા રાવલે સેવા આપેલ હતી






Latest News