મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી ગામે રહેતા પરિવારની દીકરીએ ટોયલેટ ક્લીનર પી લેતા સારવારમાં


SHARE













મોરબીના ટિંબડી ગામે રહેતા પરિવારની દીકરીએ ટોયલેટ ક્લીનર પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના ટિંબડી ગામે રહેતા પરિવારની દીકરી કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઘરે હતી ત્યારે ટોયલેટ ક્લીનર પી ગઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવતીને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આહલની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ટિંબડી ગામે રહેતા ભાણજીભાઈ બારોટની દીકરી ભગવતીબેન બારોટ (૩૦)એ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર પોતાની જાતે ટોયલેટ ક્લીનર પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના નાની બરાર ગામે રહેતા સવજીભાઈ દેવજીભાઈ ચાવડા (૬૬) નામના વૃદ્ધ મોરબીની પીપળીયા ચોકડી પાસે ઉભા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓને પાછળથી હડફેટે લીધા હતા જેથી કરીને તેને ડાબા પગના ભાગે ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ધરમપુર નજીક રહેતા શેરસિંહ રામસિંગ પંચોલી (૨૧) નામનો યુવાન સાયકલ લઈને લક્ષ્મીનગર અને ભરતનગર ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે હાઇવે રોડ ઉપર કોઈ કારણોસર અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે






Latest News