મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના અપરણના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપી યુપીથી ઝડપાયો


SHARE













મોરબીના અપરણના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપી યુપીથી ઝડપાયો

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકના અપહરણના ગુનાનો ૭ વર્ષનો સજાયાતી પાકા કામનો કેદી છેલ્લા ૨ વર્ષથી પેરોલ ફરારી હોય જેને ઉત્તર પ્રદેશના બલીયા જિલ્લા ખાતેથી પકડી પાડીને મોરબી ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્કવોડની ટીમે રાજકોટ મધ્યસ્થજેલ હવાલે કરેલ છે.

રેંજ આઇજી અશોકકુમાર દ્વારા સૂચના કરાયેલી હોય જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા દ્રારા પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા સારૂ તા.૧૬-૧ થી તા.૩૦-૧ સુધી ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ એન.એચ.ચુડાસમા, કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી તેમજ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા.તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના, ચંન્દ્રકાન્તભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રા એમ ત્રણેયને સંયુકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી સિટી બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૩/૨૦૧૭ આઇ.પી.સી. કલમ-૩૬૩,૩૬૬ મુજબના ગુનાના કામના આરોપી સેરાજ અહેમદ રજાક હુશેન હાશમી રહે.રતસર તા.જી.બલીયા (યુ.પી) વાળાને સેશન્સ કોર્ટ મોરબી દ્વારા સાત વર્ષની સજા કરેલ હોય જે કેદીને નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી દિન-૧૫ ની પેરોલ રજા મળતા મજકૂર કેદીને તા.૧૦-૧૨-૨૦૨૧ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય, પરંતુ મજકુર પાકા કામનો કેદી પેરોલ રજા પરથી ફરાર થયેલ હોય જે કેદીને હસ્તગત કરવા સારૂ ઉપરોકત સ્ટાફના માણસોની ટીમ બનાવી ઉતરપ્રદેશ રાજય ખાતે તપાસ અર્થે મોકલતા હકિકત વાળી જગ્યા રતસર તા.જી.બલીયા (યુ.પી) ખાતે જઇ પેરોલ ફરારી કેદીને તા.૨૫-૧-૨૪ ના રોજ રતસર કલાન અગરધતા મેઇન બજાર તા.જી.બલીયા (યુ.પી) ખાતેથી પકડી પાડી તેને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.

આમ, મોરબી ક્રાઇમ બ્રાન્ચ અને તેની પેરોલ ફર્લો સ્કવોડની ટીમને છેલ્લા ૨ વર્ષથી અપહરણ જેવા ગંભીર ગુનાના સજાયાતી કેદીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.આ કામગીરી પીઆઇ ડી.એમ.ઢોલ તેમજ પીએસઆઇ એન.એચ. ચુડાસમા, કે.એચ.ભોચીયા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં






Latest News