મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટ-ચંદ્રેશનગરમાં દારૂની બે રેડ: ૧૮૩ બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ


SHARE













મોરબીના કાલિકા પ્લોટ-ચંદ્રેશનગરમાં દારૂની બે રેડ: ૧૮૩ બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા કાલિકા પ્લોટ વિસ્તાર તથા ચંદ્રેશનગરમાં જુદી જુદી દારૂની બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને ૧૮૩ બોટલ દારૂનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં બે આરોપીને પકડવામાં આવ્યા છે જો કે એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અશોકભાઈ ડાભીના મકાનની પાછળ ખુલ્લા પ્લોટમાં દારૂનો જથ્થો હોવા અંગેની એ ડિવિઝન પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ મળીને ૧૭૨ બોટલ મળી આવતા પોલીસે ૫૮,૨૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી રોહિતભાઈ જીવણદાસ દુધરેજીયા જાતે બાબાજી (૨૦) રહે. કાલિકા પ્લોટ કરીમભાઇના બંગલાની પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સાહિલ રહીમભાઈ ચાનીયા રહે કાલિકા પ્લોટ વાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આવી જ રીતે મોરબીના છાત્રાલય રોડની પાછળના ભાગમાં આવેલ ચંદ્રેશનગર વિસ્તારમાં ખોડીયાર પાનની સામેથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ૧૧ બોટલ મળી આવેલ હોય પોલીસે ૩૩૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે પિયુષભાઈ પ્રવીણભાઈ બુટાણી જાતે પટેલ (૨૮) રહે. ચંદ્રેશનગર મુનનગર ચોક પાસે મોરબી મૂળ રહે. અમદાવાદ વાળાની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News