મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં બે યુવાન ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં વધુ ચાર આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં બે યુવાન ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં વધુ ચાર આરોપીની ધરપકડ

મોરબીના શનાળા રોડ ઉપર સાગર હોસ્પિટલ વાળી શેરીમાં બે કાર, એકટીવા તથા અન્ય વાહનોમાં ઘસી આવેલા દશેક ઈસમો દ્વારા કારમાં રહેલા બે યુવાનોને નિચે ઉતારીને તેઓને ધોકા-પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને રિવોલ્વર બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જેની યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે પહેલા છ આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં વધુ ચાર આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સાગર હોસ્પિટલ વાળી શેરીમાંથી કારમાં જઈ રહેલા સંજય જેમલભાઇ મોરી જાતે રબારી (૨૬) તેમજ તેની સાથે રહેલ સાહેદ કરણ સંજયભાઇ મકવાણા (૨૧) ઉપર છરી, લોખંડના પાઇપ, લાકડાના ધોકા, તલવાર તથા રિવોલ્વર જેવા પ્રાણઘાતક હથિયારો સાથે બે કાર, એકટીવા તથા સ્કૂટરમાં આવેલા ૧૦ જેટલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે ધોકા-પાઇપ વડે માર મારીને ગાડીમાં તોડફોડ કરી હતી તેમજ બંને યુવાનને રિવોલ્વર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જે બનાવમાં સંજય જેમલભાઇ મોરીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે દેવ હકાભાઇ કુંભારવાડીયા, વિશાલ ડાંગર, અમિત ડાંગર, નાગદાન બોરીચા, અંકિત, હિતુ અને તીર્થ જયસુખ કૈલા તથા ત્રણ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ આ ગુનામાં છ આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એ.વી. પાતાળિયા તથા સ્ટાફ દ્વારા વધુ ચાર આરોપીની ધરપકડ કરેલ છે જેમાં દેવરાજ ઉર્ફે દેવો જીવણભાઇ કુંભારવાડીયા (૨૮) રહે. યદુનંદન પાર્ક કેનાલ રોડ મોરબી મૂળ ફડસર, વિશાલ લક્ષ્મણભાઇ ડાંગર જાતે બોરિચા (૩૧) અને અમિત વસંતભાઇ ડાંગર જાતે બોરિચા (૨૪) રહે. બંને ખાખરાળા તેમજ કિશન જસાભાઈ કાનગડ (૩૦) રહે. યદુનંદન પાર્ક કેનાલ રોડ મોરબી મૂળ જસાપર વાળાની ધરપકડ કરેલ છે અને ફરિયાદી સહિતના બે યુવાનને આરોપી દેવરાજ ઉર્ફે દેવો જીવણભાઇ કુંભારવાડીયાએ તેની લાઇસન્સ વાળી રિવોલ્વર બતાવી હતી જેના પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

માર માર્યો

મોરબીમાં નાનીવાવડી ગામે રહેતા પુંજાભાઈ મોતીભાઈ મકવાણા (૬૦)ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે




Latest News