મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા યુવાનને હોટલ-ફાસ્ટફૂડના ધંધામાં ખોટ જતાં દેણું વધી જતાં ઘર છોડીને ચાલ્યો ગયો હોવાનું ખૂલ્યું


SHARE













મોરબીમાં રહેતા યુવાનને હોટલ-ફાસ્ટફૂડના ધંધામાં ખોટ જતાં દેણું વધી જતાં ઘર છોડીને ચાલ્યો ગયો હોવાનું ખૂલ્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગોપાલ સોસાયટી પાસે પૂજા બેકરીની પાછળના ભાગમાં રહેતો યુવાન પોતાના ઘરેથી સિરામિક કારખાને જવાનું કહીને નીકળ્યો હતો અને ત્યારબાદ તે ગુમ થઈ ગયેલ હતો જેથી તેની માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી તેવામાં યુવાન હાલમાં પરત આવી ગયેલ છે અને તેને હોટલ તેમજ ફાસ્ટફૂડના ધંધામાં ખોટ ગયેલ હોવાથી તેના ઉપર દેવું વધી જતાં તેને ઘર છોડીને ચાલ્યો ગયો હોવાનું સામે આવ્યું છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગોપાલ સોસાયટી પૂજા બેકરીની પાછળના ભાગમાં રહેતા ગીતાબેન બીપીનભાઈ કણસાગરા જાતે પટેલ (૫૧) એ થોડા દિવસો પહેલા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો દિકરો જીનલભાઈ બીપીનભાઈ કણસાગરા જાતે પટેલ (૩૨) ગુમ થયો હોવા અંગેની ફરિયાદ આપેલ હતી જેમાં તેણે જણાવ્યુ હતું કે, ગત તા. ૬/૧/૨૪ ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં તે પોતાના ઘરેથી ઊંચી માંડલ ગામે આવેલ મેગા સિરામિક કારખાને કામે જવાના બહાને નીકળ્યો હતો અને ત્યારબાદ તે ઘરે પરત આવેલ ન હતો જેથી ગુમ થયેલા યુવાનની માતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે ગુમ થયેલા યુવાને શોધવા માટે થઈને કવાયત શરૂ કરી હતી તેવામાં હાલમાં જીનલભાઈ બીપીનભાઈ કણસાગરા જાતે ઘરે પરત આવી ગયેલ છે જેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી છે.

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જીનલભાઈ બીપીનભાઈ કણસાગરાએ અગાઉ ચોટીલા પાસે એન્જોય હોટલ ભાડે રાખી હતી જેમાં ખોટ આવી હતી ત્યાર બાદ તેને મોરબીમાં ઉમિયાજી ફાસ્ટફૂડ શરૂ કર્યું હતું તે ધંધામાં પણ ખોટ આવી હતી જેથી કરીને તેના ઉપર દેણું વધી ગયું હતું જેથી તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને છેલ્લા દિવસોમાં તે અમદાવાદ, મહેસાણા, ઉજજેન મુંબઈ ગયો હતો જો કે તેની પાસે રહેલા રૂપિયા પૂરા થઈ જતાં તે તેની જાતે જ પાછો આવી ગયો છે.






Latest News