ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના મશીનમાં આવી જવાથી મહિલાની આંગળી કપાઈ ગઈ


SHARE













મોરબી નજીક કારખાનાના મશીનમાં આવી જવાથી મહિલાની આંગળી કપાઈ ગઈ

મોરબી તાલુકાનાં સોખડાથી વાઘપર ગામ તરફ જવાના રસ્તા ઉપર કારખાનામાં કામ દરમ્યાન મશીનમાં મહિલાની આંગળી આવી ગઈ હતી જેથી કરીને મહિલાની આંગળી કપાઈ જતાં તેને સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ સોખડાથી વાઘપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પેસિફિક વુડ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી શેખ મુમતાજ હુસેન આલમ (૨૭) નામની મહિલા કારખાનામાં મશીન ઉપર કામગીરી કરી હતી ત્યારે મશીનમાં અકસ્માતે આંગળી આવી ગયેલ હતી જેથી કરીને તે મહિલાની આંગળી કપાઈ ગઈ હતી માટે તેને તાત્કાલિક સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

આમરણ મારા મારી

મોરબી તાલુકાના આમરણ ગામે દરબાર વાસમાં એક જ કુટુંબમાં મારા મારીનો બનાવ બનેલ હતો જેમાં મનુબેન વજાભાઈ ટોયટા (૬૫) અને જ્યોત્સનાબેન ભરતભાઈ ટોયટા (૬૦) અને સામાપક્ષેથી પાંચાભાઇ વિહાભાઈ ટોયટા (૫૮) અને રાણીબેન પાંચાભાઇ ટોયટા (૪૭)ને ઈજા થઈ હતી જેથી કરીને તેને પણ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News