ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડેથી ચોરાઉ બાઇક સાથે આરોપીની ધરપકડ


SHARE













મોરબીના નવલખી રોડેથી ચોરાઉ બાઇક સાથે આરોપીની ધરપકડ

મોરબીના જુના બસ સ્ટેશનમાં આવેલા પાર્કિંગમાં પાર્ક કરેલા બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા વ્યક્તિ દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી દરમિયાન મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી ચોરાઉ બાઇક મળી આવતા પોલીસે બાઈક સાથે તેની ધરપકડ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ સામેના ભાગમાં હરીપાર્ક સોસાયટીમાં રહેતા અમિતભાઈ ચંદુભાઈ ટાંક જાતે કડિયા કુંભારએ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશભાઈ ચંદુભાઈ નગુવાડીયા રહે. ચીખલી માળીયા વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. ૨૮/૧/૨૦૨૪ ના સવારના ૯:૩૦ થી રાતના ૮:૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેણે પોતાનું બાઈક મોરબીના જુના બસ સ્ટેશનમાં આવેલ પાર્કિંગમાં મૂક્યું હતું જે બાઈક નંબર જીજે ૨ બીજે ૮૩૪૬ જેની કિંમત ૨૫ હજાર રૂપિયા છે તે બાઇકની ચોરી કરવામાં આવી હતી જેથી ચોરીની ફરિયાદ આધારે તપાસ ચાલી રહી હતી તેવામાં મોરબી એ ડિવિઝનની ટીમે નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરના નાલા પાસેથી પસાર થતા શંકાસ્પદ વાહન ચાલકને રોકીને તેની પાસે રહેલા વાહનોના કાગળ માંગ્યા હતા ત્યારે તેની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી કરીને પોલીસે વધુ પૂછપરછ કરતા તેને આ બાઈક જુના બસ સ્ટેશનના પાર્કિંગમાંથી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે પ્રકાશભાઈ ચંદુભાઈ નગુવાડીયા (૩૩) રહે ચીખલી તાલુકો માળીયા વાળાની ધરપકડ કરેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે જુગાર, મારામારી, ચોરી અને દારૂ વિગેરે ગુના આ શખ્સ સામે અગાઉ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે 






Latest News