મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં સબજેલ નજીક ગાયે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE









મોરબીમાં સબજેલ નજીક ગાયે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર સબજેલથી આગળના ભાગમાં બાઇક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી ગાયે ત્યેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ બોરીયા પાટી  વિસ્તારમાં રામોજી બંગલા પાસે કુકાની વાડીએ રહેતા કમલેશભાઈ ગોવિંદભાઈ પરમાર (૪૪) નામનો યુવાન બાઈક લઈને પોતાના ઘરેથી કામ ઉપર જઈ રહ્યો હતો ત્યારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સબ જેલથી આગળના ભાગમાં રસ્તા ઉપરથી તે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી ગાયે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં કમલેશભાઈને ઇજા થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર રહેતો રાજેન્દ્ર મનમથા ઘડાઈ (૩૨) નામનો યુવાન બપોરના સમયે બાઇક લઈને મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે લીલાપર રોડ ઉપર કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના નાનીવાવડી ગામે રહેતો પાર્થ જીતેન્દ્રભાઈ રામાવત (૨૧) નામનો યુવાન મોરબીના સનાળા રોડથી વાવડી રોડ તરફ જવાના રસ્તા ઉપર આવેલ મામાદેવના મંદિર પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેની બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં પાર્થને માથા, જમણા પગે તથા ડાબા ખભામાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે




Latest News